Home /News /business /

Gold Price Today: સોનાની કિંમત 48,000 રૂપિયાથી નીચે સરકી, ચાંદીની કિંમત ઘટી, શું રોકાણ માટે આ યોગ્ય સમય છે?

Gold Price Today: સોનાની કિંમત 48,000 રૂપિયાથી નીચે સરકી, ચાંદીની કિંમત ઘટી, શું રોકાણ માટે આ યોગ્ય સમય છે?

સોના-ચાંદીની કિંમત

Gold Price Today on 5 January, 2022: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત દબાણ હેઠળ જોવા મળી છે. સ્પોટ ગોલ્ડની કિંમત 1813.91 ડૉલર પ્રતિ ઔંસ જોવા મળી હતી. જ્યારે ગોલ્ડ ફ્યૂચરની કિંમત 1813.80 ડૉલર પ્રતિ ઔંસ જોવામાં આવી હતી.

    મુંબઇ. Gold Price Today: બુધવારે ભારતમાં સોનાની કિંમત ફ્લેટ રહી છે. મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ (MCX) પર બુધવારે સવારે 9.30 વાગ્યે 10 ગ્રામ વાયદા સોનાની કિંમત 47,951 રૂપિયા (Gold Price Today on 5 January, 2022) જોવા મળી હતી. જ્યારે ચાંદીની કિંમતમાં ઘટાડો (Silver price today) જોવામાં આવ્યો હતો. એક કિલોગ્રામ ચાંદીની કિંમતમાં 0.16 ટકાનો ઘટાડો જોવામાં આવ્યો હતો. ચાંદી સવારે 62,128 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું.

    આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત (International Market)

    આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત દબાણ હેઠળ જોવા મળી છે. સ્પોટ ગોલ્ડની કિંમત 1813.91 ડૉલર પ્રતિ ઔંસ જોવા મળી હતી. જ્યારે ફ્યૂચર ગોલ્ડની કિંમત 1813.80 ડૉલર પ્રતિ ઔંસ જોવામાં આવી હતી.

    નિષ્ણાતનો અભિપ્રાય (Expert on Gold price)

    રિલાયન્સ સિક્યોરિટીઝના સીનિયર રિસર્ચ એનાલિસ્ટ શ્રીરામ અયરે જણાવ્યું હતુ કે, "એમસીએક્સ પર સોના માટે હાલ સપોર્ટ ભાવ 47,690થી 47,550 રૂપિયા છે. જો એમસીએક્સ પર ફેબ્રુઆરી વાયદા સોનું 47,700 રૂપિયા ઉપર રહે છે તો ભાવમાં વધારો જોવા મળી શકે છે. સોના માટે રેજિસ્ટેન્સ ઝોન 47,990 રૂપિયાથી 48,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે."

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત: (સોર્સ- goodreturns)
































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹45,350₹49,480
    Mumbai₹47,250₹49,250
    Delhi₹47,040₹51,320
    Kolkata₹47,090₹49,790
    Bangalore₹45,150₹49,250
    Hyderabad₹45,150₹49,250
    Kerala₹45,150₹49,250
    Pune₹46,110₹48,620
    Vadodara₹46,600₹49,230
    Ahmedabad₹46,390₹49,240
    Jaipur₹47,240₹49,490
    Lucknow₹45,790₹48,690
    Coimbatore₹45,350₹49,480
    Madurai₹45,350₹49,480
    Vijayawada₹45,150₹49,250
    Patna₹46,110₹48,620
    Nagpur₹47,250₹49,250
    Chandigarh₹45,790₹48,690
    Surat₹46,390₹49,240
    Bhubaneswar₹44,890₹49,290
    Mangalore₹45,150₹49,250
    Visakhapatnam₹45,150₹49,250
    Nashik₹46,110₹48,620
    Mysore₹45,150₹49,250

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: ફક્ત છ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારો પૈસા થયા ડબલ, શું તમારી પાસે છે આ ત્રણ શેર?

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર