Gold Silver Price Today: સોના અને ચાંદીના ભાવ ઘટ્યા, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

Gold Silver Price Today: મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનું 47,847 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર, ચાંદીનો પણ નોંધાયો ઘટાડો

Gold Silver Price Today: મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનું 47,847 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર, ચાંદીનો પણ નોંધાયો ઘટાડો

  • Share this:
    Gold Silver Price 5 August 2021: સોના અને ચાંદીના ભાવમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર નબળાઈ જોવા મળી રહી છે. MCX પર ગુરુવાર સવારે સોનું 0.09 ટકાના ઘટાડા સાથે 47,847 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. તો બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, અને તે 0.16 ટકાના ઘટાડા સાથે 67,492 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ, ગુરૂવારે ડૉલરમાં મજબૂતી જોવા મળતાં ભારતમાં સોના અને ચાંદીમાં નબળાઈ જોવા મળી રહી છે.

    અમેરિકામાં યૂએસ ફેડરલ રિઝર્વે પોલિસી મજબૂત કરવાના સંકેત આપતા ડૉલરમાં સુધારો જોવા મળી રહ્યો છે જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય માર્કેટ અને ભારતમાં સોના અને ચાંદી પર જોવા મળી રહ્યો છે. ગોલ્ડ ઓક્ટોબર ફ્યૂચર 12 રૂપિયા ઘટીને 47,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યો. ચાંદી ફ્યૂચર પણ 103 રૂપિયાના ઘટાડા સાથે 67,498 રૂપિયા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરીએ તો સોનું 0.1 ટકા ઘટીને 1,809.96 ડૉલર પ્રતિ ઔંસ પર છે, જ્યારે યૂએસ ગોલ્ડ 0.1 ટકા ઘટીને 1,812.80 ડૉલર પર છે.

    આ પણ વાંચો, Alert: જો તમે પણ વેચી રહ્યા છો જૂના સિક્કા કે નોટ તો થઈ જાઓ સાવધાન, RBIએ જાહેર કરી જરૂરી સૂચના

    અમદાવાદમાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 47,480 રુપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 49,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    વડોદરામાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમત 46,630 રુપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 48,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, Petrol Diesel Price Today: આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મળી રાહત, જાણો ગુજરાતના ચાર શહેરોના રેટ્સ

    સોનાની ખરીદીને લઈ Expertsનો મત

    જાણકારોનું માનવું છે કે, આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ ગત રેકોર્ડને તોડીને 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જોકે, હજુ તેમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. એવામાં રોકાણકારો 6 મહિનાની અવધિ અને સ્ટોપલોસ લગાવીને ખરીદી કરે તો નફો મેળવી શકે છે.

    ગોલ્ડ રોકાણમાં સારા રિટર્નની તક

    સોનામાં રોકાણની વાત કરીએ તો ગયા વર્ષે સોનાએ 28 ટકા રિટર્ન આપ્યું છે. તેના આગલા વર્ષે પણ સોનાનું રિટર્ન લગભગ 25 ટકા રહ્યું હતું. જો તમે લોન્ગ ટર્મ માટે રોકાણ કરી રહ્યા છો તો સોનું હજુ પણ રોકાણ માટે ખૂબ જ સુરક્ષિત અને સારો વિકલ્પ છે, જેમાં શાનદાર રિટર્ન મળે છે.
    Published by:Mrunal Bhojak
    First published: