Home /News /business /

Gold Price Today: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે સોનામાં તેજી, ચાંદીના ભાવમાં પણ થયો વધારો

Gold Price Today: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે સોનામાં તેજી, ચાંદીના ભાવમાં પણ થયો વધારો

સોનાની કિંમત (પ્રતીકાત્મક તસવીર)

Gold Price Today on 28th December, 2021: ફેબ્રુઆરી ફ્યુચર ગોલ્ડમાં સવારે 0.20 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સાથે 10 ગ્રામ સોનાની કિંમત 48,160 રૂપિયા પર પહોંચી છે.

    નવી દિલ્હી. Gold-Silver Price today: ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant)ના ફફડાટ વચ્ચે સોનાના ભાવમાં તેજી (Gold price hike today) જોવા મળી રહી છે. આજે મંગળવારે (Gold Price Today on 28th December, 2021) મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. ચાંદીની કિંમત (Silver price hike today) પણ વધી છે. ફેબ્રુઆરી ફ્યુચર ગોલ્ડમાં સવારે 0.20 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સાથે 10 ગ્રામ સોનાની કિંમત 48,160 રૂપિયા પર પહોંચી છે. બીજી તરફ ચાંદીની કિંમતમાં પણ આજે 0.15 ટકાનો વધારો જોવા મળ્યો છે. 1 કિલોગ્રામ ચાંદીની કિંમત 62,397 રૂપિયા જોવામાં આવી છે.

    વૈશ્વિક બજાર

    વૈશ્વિક બજારમાં સોનાની વાત કરીએ તો સ્પોટ ગોલ્ડની કિંમત $1,809.67 પ્રતિ ઔંસ જોવા મળી હતી. કિંમતમાં 0.1% નો વધારો નોંધાયો છે. યુએસ ફ્યૂચર ગોલ્ડમાં પણ 0.1% નો વધારો નોંધાયો છે. સોનાની કિંમત $1,810.60 પ્રતિ ઔંસ જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં સોમવારે સોનાની કિંમત છેલ્લા એક અઠવાડિયાની સર્વોચ્ચ સપાટી પર પહોંચી હતી. વિશ્વરભરમાં વધી રહેલા ઓમિક્રોનના કેસ વચ્ચે સોનાની કિંમતમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

    દેશના વિવિધ શહેરમાં 22 ગ્રામ અને 24 ગ્રામ સોનાની કિંમત: (સોર્સ-Good Returns વેબસાઇટ)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹45,560₹49,700
    Mumbai₹47,230₹48,230
    Delhi₹47,610₹51,910
    Kolkata₹47,410₹50,110
    Bangalore₹45,460₹49,600
    Hyderabad₹45,460₹49,600
    Kerala₹45,460₹49,600
    Pune₹46,420₹48,950
    Vadodara₹46,970₹49,630
    Ahmedabad₹46,850₹49,630
    Jaipur₹47,410₹49,660
    Lucknow₹46,110₹49,010
    Coimbatore₹45,560₹49,700
    Madurai₹45,560₹49,700
    Vijayawada₹45,460₹49,600
    Patna₹46,420₹48,950
    Nagpur₹47,230₹48,230
    Chandigarh₹46,110₹49,010
    Surat₹46,850₹49,630
    Bhubaneswar₹45,460₹49,570
    Mangalore₹45,460₹49,600
    Visakhapatnam₹45,460₹49,600
    Nashik₹46,420₹48,950
    Mysore₹45,460₹49,600

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: Multibagger stocks: ટાટા જૂથની આ કંપનીના શેરમાં રોકાણકારોને 2021ના વર્ષમાં મળ્યું 2000% વળતર

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર