Home /News /business /

Gold price today: સોના-ચાંદીની કિંમતમાં આજે મોટો કડાકો, ફટાફટ જાણો આજનો ભાવ

Gold price today: સોના-ચાંદીની કિંમતમાં આજે મોટો કડાકો, ફટાફટ જાણો આજનો ભાવ

સોનાની કિંમત

Gold Price Today on 27 January, 2022: સોના-ચાંદીમાં કડાકા સાથે જ સોનાની કિંમત 48,500 રૂપિયાથી નીચે સરકી ગઈ છે. જ્યારે ચાંદીની કિંમત પણ 65,000 રૂપિયાથી નીચે આવી ગઈ છે.

    મુંબઈ. Gold Price Today on 27 January, 2022: સોના-ચાંદીની કિંમત (Gold silver price today)માં આજે મોટો કડાકો જોવા મળ્યો છે. સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનામાં 1.22 ટકા અને ચાંદીમાં 1.38 ટકાનો કડાકો બોલી ગયો હતો. બીજી તરફ ભારતીય શેર બજાર (Indian Share Market) પણ આજે મોટા ઘટાડા સાથે ખુલ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી સોના અને ચાંદીની કિંમતમાં ઉતાર અને ચઢાણ જોવા મળે છે. સોના-ચાંદીમાં કડાકા સાથે જ સોનાની કિંમત 48,500 રૂપિયાથી નીચે સરકી ગઈ છે. જ્યારે ચાંદીની કિંમત પણ 65,000 રૂપિયાથી નીચે આવી ગઈ છે.

    સોના-ચાંદીનો ભાવ (Gold-Silver price)

    આજે સવારે 09:24 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુઆરી વાયદા સોનામાં 1.22 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સોનું આજે પ્રતિ 10 ગ્રામ 595 રૂપિયા તૂટીને 48,256 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું. ચાંદીની વાત કરીએ તો માર્ચ વાયદા ચાંદીમાં 1.38 ટકાનો કડાકો બોલી ગયો હતો. ચાંદી પ્રતિ કિલોગ્રામ 887 રૂપિયા ઘટીને 63,184 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાનો રેકોર્ડ ભાવ

    ઓગસ્ટ 2020 દરમિયાન સોનું એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાની રેકોર્ડ સપાટી પર પહોંચી ગયું હતું. એ પ્રમાણે જોઈએ તો સોનું હાલ 7,944 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરમાં સોનાનો આજનો ભાવ (સોર્સ- goodreturns.in)
































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹46,370₹50,590
    Mumbai₹45,900₹49,830
    Delhi₹45,900₹50,100
    Kolkata₹45,900₹48,600
    Bangalore₹45,900₹50,100
    Hyderabad₹45,900₹50,100
    Kerala₹45,900₹50,100
    Pune₹45,760₹49,910
    Vadodara₹45,760₹49,930
    Ahmedabad₹47,010₹49,830
    Jaipur₹45,750₹50,300
    Lucknow₹46,510₹49,510
    Coimbatore₹46,370₹50,590
    Madurai₹46,370₹50,590
    Vijayawada₹45,900₹50,100
    Patna₹45,760₹49,910
    Nagpur₹45,900₹49,830
    Chandigarh₹46,510₹49,510
    Surat₹47,010₹49,830
    Bhubaneswar₹45,900₹50,300
    Mangalore₹45,900₹50,100
    Visakhapatnam₹45,900₹50,100
    Nashik₹45,760₹49,910
    Mysore₹45,900₹50,100

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: Gold : વિદેશથી કેટલું સોનું લાવી શકાય? કેટલી કિંમતથી વધારે સોનું લાવવા પર ટેક્સ ચૂકવવો પડે? જાણો નિયમ

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર