Home /News /business /Gold Price Today: હોળી પર સોનું ખરીદવાની ઉત્તમ તક! આજે ફરી સસ્તું થયું સોનું, ચેક કરો લેટેસ્ટ રેટ

Gold Price Today: હોળી પર સોનું ખરીદવાની ઉત્તમ તક! આજે ફરી સસ્તું થયું સોનું, ચેક કરો લેટેસ્ટ રેટ

કોમોડિટી વિશેષજ્ઞો આગામી બે મહિનામાં સોનાની કિંમત 48,000 રૂપિયા સુધી જવાની આશા રાખી રહ્યા છે

કોમોડિટી વિશેષજ્ઞો આગામી બે મહિનામાં સોનાની કિંમત 48,000 રૂપિયા સુધી જવાની આશા રાખી રહ્યા છે

    નવી દિલ્હી. જો તમે તહેવારોની સીઝનમાં સોનાની ખરીદી (Gold buying) કરવા માંગો છો તો આપના માટે સારા સમાચાર છે. હોળી (Holi 2021)વાળા વીકેન્ડમાં સોનું ખરીદવાની શાનદાર તક છે. મૂળે, શુક્રવારે સોનાનો ભાવ (Gold Price Today) 100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઓછો થયો છે. ગુડ રિટર્ન વેબસાઇટ મુજબ, જો તમે આજે ગોલ્ડ ખરીદવા માંગો છો તો આપને 22 કેરેટના સોનાના 10 ગ્રામ માટે 43,920 રૂપિયા અને 24 કેરેટ સોના માટે 44,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચૂકવવા પડશે. બીજી તરફ શુક્રવારે MCX પર સોનાનો ભાવ 159 રૂપિયા ઘટીને 44,701 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. આજે MCX પર ચાંદીનો ભાવ (Silver Price today) 345 રૂપિયા ઘટવાની સાથે 64,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો.

    ગોલ્ડમાં રોકાણ કરનારા લોકોને કેટલો ફાયદો થશે?

    કોમોડિટી વિશેષજ્ઞો મુજબ, સોનું અને ચાંદી બંનેના સેન્ટીમેન્ટ્સ સકારાત્મક છે અને રોકાણકારોને સોના અને ચાંદીમાં રોકાણ ચાલુ રાખવાની સલાહ આપી છે. તેઓએ કહ્યું કે સોનાની કિંમત MCX પર 48,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જવાની આશા છે. જ્યારે ચાંદીની કિંમત 72,000 રૂપિયા પર પહોંચવાની શક્યતા છે. IIFL સિક્યુરિટીઝમાં કોમોડીટીઝ અને કરન્સી ટ્રેડના ઉપાધ્યક્ષ અનુજ ગુપ્તાએ સોના અને ચાંદીની કિંમતો પર વાત કરતાં જણાવ્યું કે સોનાની કિંમતમાં આ ઘટાડો વૈશ્વિક બજારોમાં કાચા તેલની કિંમતના કારણે છે. બ્રેન્ટ ક્રૂડ આ વર્ષે ઉનાળામાં 80 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું. આગામી બે મહિનામાં પીળી ધાતુમાં રોકાણ કરવાની સુવર્ણ તક છે.

    આ પણ વાંચો, Jio, Airtel, VIના બેસ્ટ રિચાર્જ પ્લાન, અનલિમિટેડ કોલિંગની સાથે બમ્પર ડેટા
    " isDesktop="true" id="1083191" >

    આ પણ વાંચો, સાસુ બનીને પુત્રવધૂએ 16 વર્ષ સુધી લીધું પેન્શન, એક નાની ચૂકથી ખુલી ગઈ પોલ

    48,000 રૂપિયા સુધી પહોંચી શકે છે સોનું

    અનુજ ગુપ્તાએ વધુમાં કહ્યું કે, સોનાની કિંમત હાલમાં 44,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. હાલમાં સોનાની કિંમત 44,400થી 45,200 રૂપિયાની વચ્ચે છે. તે ટૂંક સમયમાં જ MCX પર 46,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હશે. અનુજ ગુપ્તાએ કહ્યું કે આગામી બે મહિનામાં સોનાની કિંમત 48,000 રૂપિયા સુધી જવાની આશા રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત બે મહિનામાં ચાંદી 70,000 રૂપિયાથી લઈને 72,000 રૂપિયાની વચ્ચે હશે. વિશેષમાં અક અન્ય જાણકાર જણાવે છે કે સોનામાં સૌથી વધુ તેજી આવવાની આશા છે અને તે 45,500 રૂપિયાના સ્તરને પાર કરી 48,000 રૂપિયા પર પહોંચી જશે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Gold Investment, Gold price today, Gold rates, Holi 2021, MCX, Silver Price Today, Silver Rates, ગોલ્ડ, ચાંદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन