Home /News /business /

Gold price today: સોનાની કિંમત ફ્લેટ, ચાંદીમાં ઉછાળો, ફટાફટ જાણો 10 ગ્રામ સોનાનો આજનો ભાવ

Gold price today: સોનાની કિંમત ફ્લેટ, ચાંદીમાં ઉછાળો, ફટાફટ જાણો 10 ગ્રામ સોનાનો આજનો ભાવ

સોનાની કિંમત (પ્રતીકાત્મક તસવીર)

Gold Price Today on 25 January, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનું એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાની રેકોર્ડ સપાટી પર પહોંચી ગયું હતું. એ પ્રમાણે જોઈએ તો સોનું હાલ 7,618 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    મુંબઈ. Gold Price Today on 25 January, 2022: સોનાની કિંમત (Gold price today)માં છેલ્લા થોડા દિવસોથી વધારો-ઘટાડો ચાલુ છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે ત્યારે આજે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત ફ્લેટ રહેવા પામી છે. બીજી તરફ ચાંદીની કિંમત (Silver price today)માં ઉછાળો નોંધાયો છે. હાલ સોનામાં ખરીદીની સિઝન ચાલી રહી છે ત્યારે નિષ્ણાતોના મતે ભાવમાં ટૂંકા ગાળામાં વધારો નોંધાઈ શકે છે. આજે સોનામાં 0.04 ટકાનો નજીવો વધારો જોવામાં આવ્યો હતો. ચાંદીમાં 0.17 ટકાનો વધારો નોંધાયો છે.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver price Today)

    આજે સવારે 9:24 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર ફેબ્રુઆરી વાયદા સોનું 0.04 ટકા એટલે કે 18 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામ 48,582 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું. માર્ચ વાયદા ચાંદીની વાત કરીએ તો તે 0.17 ટકા વધીને એટલે કે 110 રૂપિયાના વધારા સાથે 64,068 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold all time high price)

    ઓગસ્ટ 2020 દરમિયાન સોનું એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાની રેકોર્ડ સપાટી પર પહોંચી ગયું હતું. એ પ્રમાણે જોઈએ તો સોનું હાલ 7,618 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    50,000 રૂપિયાના પાર જઈ શકે છે સોનું

    દેશમાં લગ્નની સિઝનમાં સોનાની ખૂબ ખરીદી થઈ રહી છે. આથી સોના અને ચાંદીના ભાવને (Gold Silver Price Update) સમર્થન મળ્યું છે. સોનાનો ભાવ ફરી એકવાર ધીમે ધીમે 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નજીક પહોંચી રહ્યો છે. ફન્ડામેન્ટલ પણ મજબૂત લાગી રહ્યા છે.

    અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરમાં સોનાનો આજનો ભાવ (સોર્સ- goodreturns.in)
































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹46,050₹50,240
    Mumbai₹47,660₹49,660
    Delhi₹47,650₹51,980
    Kolkata₹47,800₹50,500
    Bangalore₹45,490₹49,630
    Hyderabad₹45,490₹49,630
    Kerala₹45,490₹49,630
    Pune₹46,780₹49,320
    Vadodara₹47,400₹49,920
    Ahmedabad₹46,980₹49,810
    Jaipur₹47,940₹50,040
    Lucknow₹46,500₹49,500
    Coimbatore₹46,050₹50,240
    Madurai₹46,050₹50,240
    Vijayawada₹45,490₹49,630
    Patna₹46,780₹49,320
    Nagpur₹47,660₹49,660
    Chandigarh₹46,500₹49,500
    Surat₹46,980₹49,810
    Bhubaneswar₹45,650₹49,990
    Mangalore₹45,490₹49,630
    Visakhapatnam₹45,490₹49,630
    Nashik₹46,780₹49,320
    Mysore₹45,490₹49,630

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: Gold : વિદેશથી કેટલું સોનું લાવી શકાય? કેટલી કિંમતથી વધારે સોનું લાવવા પર ટેક્સ ચૂકવવો પડે? જાણો નિયમ

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર