Home /News /business /

Gold price today: સોનાની કિંમતમાં ઉછાળો, જાણો રેકોર્ડ ભાવથી કેટલું સસ્તું મળી રહ્યું છે સોનું

Gold price today: સોનાની કિંમતમાં ઉછાળો, જાણો રેકોર્ડ ભાવથી કેટલું સસ્તું મળી રહ્યું છે સોનું

સોનાની કિંમત

Gold Price Today on 24 January, 2022: એમસીએક્સ પર આજે સવારે 10 ગ્રામ સોનાની કિંમતમાં 84 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ ચાંદીમાં 140 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

    મુંબઈ: સોનાની કિંમત (Gold Price today 24 January, 2022)માં છેલ્લા દિવસોથી વધારો-ઘટાડો થઈ રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે ટૂંક સમયમાં સોનામાં 50,000 રૂપિયાનો સપાટી જોવા મળી શકે છે. આજે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારે 9:23 વાગ્યે સોનાની કિંમત (Gold price today)માં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે આજે ચાંદીની કિંમત (Silver price today)માં ઘટાડો જોવા મળ્યો હતો.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver price today)

    એમસીએક્સ પર આજે સવારે 10 ગ્રામ સોનાની કિંમતમાં 84 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ ચાંદીમાં 140 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. એમસીએક્સ પર સોનું 0.17% વધીને 48,333 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદી 0.22% ઘટીને 64,666 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત

    ઓગસ્ટ 2020 દરમિયાન સોનું એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાની રેકોર્ડ સપાટી પર પહોંચી ગયું હતું. એ પ્રમાણે જોઈએ તો સોનું હાલ 7,867 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    50,000 રૂપિયાના પાર જઈ શકે છે સોનું

    દેશમાં લગ્નની સિઝનમાં સોનાની ખૂબ ખરીદી થઈ રહી છે. આથી સોના અને ચાંદીના ભાવને (Gold Silver Price Update) સમર્થન મળ્યું છે. સોનાનો ભાવ ફરી એકવાર ધીમે ધીમે 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નજીક પહોંચી રહ્યો છે. ફન્ડામેન્ટલ પણ મજબૂત લાગી રહ્યા છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાનો ભાવ (સોર્સ- goodreturn.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹45,870₹50,040
    Mumbai₹47,520₹49,520
    Delhi₹47,790₹52,090
    Kolkata₹47,690₹50,390
    Bangalore₹45,490₹49,630
    Hyderabad₹45,490₹49,630
    Kerala₹45,490₹49,630
    Pune₹46,770₹49,310
    Vadodara₹47,230₹49,750
    Ahmedabad₹46,990₹49,820
    Jaipur₹47,950₹50,050
    Lucknow₹46,510₹49,510
    Coimbatore₹45,870₹50,040
    Madurai₹45,870₹50,040
    Vijayawada₹45,490₹49,630
    Patna₹46,770₹49,310
    Nagpur₹47,520₹49,520
    Chandigarh₹46,510₹49,510
    Surat₹46,990₹49,820
    Bhubaneswar₹45,660₹50,000
    Mangalore₹45,490₹49,630
    Visakhapatnam₹45,490₹49,630
    Nashik₹46,770₹49,310
    Mysore₹45,490₹49,630

     

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: વિદેશથી કેટલું સોનું લાવી શકાય? કેટલી કિંમતથી વધારે સોનું લાવવા પર ટેક્સ ચૂકવવો પડે? જાણો નિયમ

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર