Home /News /business /

Gold Price Today: સોના-ચાંદીની કિંમત વધી કે ઘટી? ફટાફટ જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gold Price Today: સોના-ચાંદીની કિંમત વધી કે ઘટી? ફટાફટ જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

સોનાની કિંમત

Gold Price Today on 20 January, 2022: દેશમાં લગ્નની સિઝનમાં સોનાની ખૂબ ખરીદી થઈ રહી છે. આથી સોના અને ચાંદીના ભાવને (Gold Silver Price Update) સમર્થન મળ્યું છે. સોનાનો ભાવ ફરી એકવાર ધીમે ધીમે 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નજીક પહોંચી રહ્યો છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: આજે ગુરુવારે મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં (Gold price today) 0.01 ટકાનો નજીવો વધારો થયો છે. જ્યારે ચાંદીનો ભાવ (Silver price today) 0.14 ટકા વધી ગયો છે. જણાવી દઈએ કે છેલ્લા થોડા દિવસોથી સોના અને ચાંદીના ભાવ (Gold-Silver price)માં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. જે બાદમાં સોનું 48,000 રૂપિયાને પાર થઈ ગયું હતું. ગઈકાલે સોનાના ભાવમાં કોઈ ફેરફાર નોંધાયો ન હતો.

    50,000 રૂપિયાના પાર જઈ શકે છે સોનું

    દેશમાં લગ્નની સિઝનમાં સોનાની ખૂબ ખરીદી થઈ રહી છે. આથી સોના અને ચાંદીના ભાવને (Gold Silver Price Update) સમર્થન મળ્યું છે. સોનાનો ભાવ ફરી એકવાર ધીમે ધીમે 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નજીક પહોંચી રહ્યો છે. ફન્ડામેન્ટલ પણ મજબૂત લાગી રહ્યા છે.

    સોના-ચાંદીનો ભાવ (Gold-Silver Price Today)

    એમસીએક્સ પર સવારે સોનું 48,381 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદી 0.14 ટકા વધીને 64,495 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    દેશના વિવિધ શહેરમાં સોનાનો આજનો ભાવ: (સોર્સ- goodreturn.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹45,810₹50,000
    Mumbai₹47,170₹49,170
    Delhi₹47,260₹51,510
    Kolkata₹47,410₹50,110
    Bangalore₹45,100₹49,200
    Hyderabad₹45,100₹49,200
    Kerala₹45,100₹49,200
    Pune₹46,410₹48,930
    Vadodara₹46,910₹49,530
    Ahmedabad₹46,660₹49,530
    Jaipur₹47,410₹49,560
    Lucknow₹45,910₹48,810
    Coimbatore₹45,810₹50,000
    Madurai₹45,810₹50,000
    Vijayawada₹45,100₹49,200
    Patna₹46,410₹48,930
    Nagpur₹47,170₹49,170
    Chandigarh₹45,910₹48,810
    Surat₹46,660₹49,530
    Bhubaneswar₹45,010₹49,450
    Mangalore₹45,100₹49,200
    Visakhapatnam₹45,100₹49,200
    Nashik₹46,410₹48,930
    Mysore₹45,100₹49,200

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: બ્રાઇટકોમ ગ્રુપના સ્ટૉકે ત્રણ વર્ષમાં આપ્યું 7,000% વળતર

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર