Gold Price Today: સોનાની કિંમતમાં તેજી, ચાંદીમાં થયો ઘટાડો, જાણો શુ છે 10 ગ્રામનો ભાવ

  • Share this:
    નવી દિલ્લી: ભારતના બજારોમાં આજે સોનાની (Gold Price Today) કિંમતમાં તેજી જોવા મળી છે. જ્યારે બીજી બાજુ ચાંદીના ભાવમાં (Silver Price Today)થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ (MCX) પર આજે સોનામાં 0.04 ટકા જેટલી તેજી સાથે ભાવ 48,324 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે. જ્યારે ચાંદી 0.61 ટકાના ઘટાડા સાથે 72,749 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. મહત્વનું છે કે, સોનું રોકોર્ડ લેવલ કરતા હજી પણ નીચું છે.

    રિકોર્ડ લેવલ કરતા હજી પણ સસ્તુ સોનું

    અત્યારના ભાવ પ્રમાણે સોનું હજી પણ રેકોર્ડ લેવલ કરતા નીચે છે. એક્સપર્ટનું માનવું છે કે, સોનાના ભાવમાં આગામી સમયમાં તેજી આવી શકે છે. ઓગસ્ટ 2020માં સોનાના ભાવ 56,200 સુધી જઈ શકે છે. તથા લગ્ન સિઝનમાં સોનાનો ભાવ ફરીએકવાર 52,000 પ્રતિ 10 ગ્રામ થઇ શકે છે.

    આ પણ વાંચો: ઈરાનનો ભારતને ઝટકો ,ફરજાદ-બી ગેસ ફીલ્ડનો કોન્ટ્રાક્ટ ભારતને નહીં સ્થાનિક કંપનીને આપ્યો

    સોનાની કિંમત (Gold Price): બુધવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં 0.04 ટકાના વધારા સાથે 48,324 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સાથે ટ્રેડ થઈ રહ્યું છે.

    ચાંદીના ભાવ (silver Price):એમસીએક્સ પર ચાંદીની કિંમતોમાં 0.61 ટકાન ઘટાડા સાથે 72,749 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર ટ્રેડ કરી રહ્યું છે.

    આ પણ વાંચો: કમાવાની ખરી તક, આગામી બે મહિનામાં આવશે 5થી વધુ IPO

    આ રીતે ચેક કરી શકાશે સોનાની શુદ્ધતા

    જો તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો તેના માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. 'BIS care app'ની ગ્રાહકો (Consumer)સોના (Gold)ની શુદ્ધતા (Purity)ની માહિતી મેળવી શકે છે. આ એપની મદદથી સોનાના શુદ્ધતાની તપાસ સિવાય તમે તેના સાથે જોડાયેલી ફરિયાદ પણ કરી શકો છો.

    જો એપમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
    Published by:kuldipsinh barot
    First published: