Home /News /business /

Gold price today: રેકોર્ડ હાઈ સપાટીથી ખૂબ સસ્તું મળી રહ્યું છે સોનું, જાણો આજનો ભાવ

Gold price today: રેકોર્ડ હાઈ સપાટીથી ખૂબ સસ્તું મળી રહ્યું છે સોનું, જાણો આજનો ભાવ

સોનાની કિંમત

Gold Price Today on 18 January, 2022: સવારે એમસીએક્સ પર સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામ 4 રૂપિયા અને ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ 55 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

    નવી દિલ્હી: સોનાની કિંમતમાં દરરોજ વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે મંગળવારે મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ (MCX) પર વાયદા સોનું ફ્લેટ ટ્રેડ કરી રહ્યું હતું. MCX પર સવારે સોનું (Gold price today) 0.01 ટકાના વધારા સાથે પ્રતિ 10 ગ્રામ 47,921 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી બાજુ ચાંદી પણ 0.09 ટકાના વધારા સાથે 61,953 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે (Silver price today) ટ્રેડ થઈ રહ્યું હતું. સવારે એમસીએક્સ પર સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામ 4 રૂપિયા અને ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ 55 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

    ઈટી સાથે વાત કરતા કોટક સિક્યોરિટીઝના રવિન્દ્ર રાવે જણાવ્યું હતું કે, યુએસ ડૉલર નબળો પડતા સોનાના ભાવને સપોર્ટ મળ્યો છે. આ ઉપરાંત કોરોનાના વધી રહેલા કેસ, રશિયા અને મીડલ-ઇસ્ટ વચ્ચે વધે રહેલું ટેન્શનને પગલે પણ સોનાની કિંમતને સમર્થન મળ્યું છે.

    હાજર સોનું

    બીજી ગત અઠવાડિયે હાજર સોનાની માંગમાં કંઈ ખાસ વધારો જોવા મળ્યો ન હતો. જેનું કારણ કોરોના વાયરસના વધી રહેલા કેસ છે. આ કારણે રોકાણકારોએ સોનાની ખરીદી મુલતવી રાખી છે. આ ઉપરાંત ચીનમાં પણ નવા વર્ષના તહેવાર પહેલા માંગ સ્થિર બની રહી હતી.

    સ્પોટ સોનું

    ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, સ્પોટ માર્કેટમાં સોનાની વાત કરીએ તો 24 કેરેટ ગોલ્ડનો ભાવ 48,142 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો. જ્યારે ચાંદીની કિંમત 61,759 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી છે. છેલ્લા એક અઠવાડિયાથી સ્પોટ ગોલ્ડની કિંમત સ્થિર જોવા મળી છે. જ્યારે ચાંદીની કિંમત છેલ્લા બે અઠવાડિયાથી 62,000 રૂપિયાથી નીચે જોવા મળી છે.

    રેકોર્ડ સપાટીથી સોનું 8,230 રૂપિયા સસ્તું

    બજાર નિષ્ણાતોના કહેવા પ્રમાણે હાલ સોનું રેકોર્ડ હાઇ સપાટીથી આશરે 8,230 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. વર્ષ 2020ની વાત કરીએ તો સોનાની કિંમત MCX પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાના સ્તર પર પહોંચી હતી.

    દેશના વિવિધ શહેરમાં સોનાનો આજનો ભાવ (સોર્સ: Goodreturns.in)
































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹45,320₹49,420
    Mumbai₹47,090₹49,090
    Delhi₹47,140₹51,430
    Kolkata₹47,300₹50,000
    Bangalore₹44,970₹49,070
    Hyderabad₹44,970₹49,070
    Kerala₹44,970₹49,070
    Pune₹46,450₹48,960
    Vadodara₹46,810₹49,200
    Ahmedabad₹46,490₹49,080
    Jaipur₹47,190₹49,390
    Lucknow₹45,790₹48,690
    Coimbatore₹45,320₹49,420
    Madurai₹45,320₹49,420
    Vijayawada₹44,970₹49,070
    Patna₹46,450₹48,960
    Nagpur₹47,090₹49,090
    Chandigarh₹45,790₹48,690
    Surat₹46,490₹49,080
    Bhubaneswar₹44,990₹49,080
    Mangalore₹44,970₹49,070
    Visakhapatnam₹44,970₹49,070
    Nashik₹46,450₹48,960
    Mysore₹44,970₹49,070

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો:  બે વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટૉકના રોકાણકારો થયા માલામાલ, આપ્યું બમ્પર રિટર્ન

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: આ મેટલ સ્ટૉકે ફક્ત 14 દિવસમાં આપ્યું 145% વળતર, શું તમારી પાસે છે?

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર