Home /News /business /

Gold price today: સોનાની કિંમતમાં વધારો પરંતુ રેકોર્ડ ભાવથી 8,300 રૂપિયા સસ્તું, જાણો આજનો ભાવ

Gold price today: સોનાની કિંમતમાં વધારો પરંતુ રેકોર્ડ ભાવથી 8,300 રૂપિયા સસ્તું, જાણો આજનો ભાવ

સોનાની કિંમત

Gold Price Today on 17 January, 2022: સોમવારે ચાંદીની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો હતો. ચાંદી 0.16 ટકા વધીને 61,701 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.

    નવી દિલ્હી: સોમવારે ભારતમાં સોના અને ચાંદીની કિંમતમાં વધારો (Gold Silver price today) જોવા મળ્યો હતો. સોમવારે સવારે 9:20 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત (Gold price today) 0.09 ટકા વધીને 47,823 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી હતી. સોમવારે ચાંદીની કિંમતમાં પણ વધારો (Silver price today) જોવા મળ્યો હતો. ચાંદી 0.16 ટકા વધીને 61,701 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. જોકે, મંગળવારે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો. સ્પોટ ગોલ્ડની કિંમતમાં 0.2 ટકા ઘટીને 1814.08 ડૉલર પ્રતિ ઔંસ જોવા મળી હતી. જ્યારે ફ્યુચર ગોલ્ડ (Gold Future)ની કિંમત 0.1 ટકા વધીને 1815.00 ડૉલર પ્રતિ ઔંસ જોવા મળી હતી.

    કિંમત અંગે નિષ્ણાતનો મત

    શેર ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને રિસર્ચ હેડ ડૉ. રવિ સિંઘે જણાવ્યું કે, "એપ્રિલ ડિસેમ્બર દરમિયાન ભારતમાં સોનાની આયાત ડબલ કરતા પણ વધારે રહી છે. સોનાની સતત માંગને પગલે આવું થયું છે. કોમર્સ મંત્રાલયના ડેટા પ્રમાણે સોનાની આયાત 28 બિલિયન ડૉલર રહી છે. નજીકના ભવિષ્યમાં પણ સોનાની કિંમતમાં વધારો જોવા મળી શકે છે. સોનાની ખરીદી માટે બાય ઝોન 48,000થી વધારે રૂપિયા રહેશે, જ્યાં 48,500 રૂપિયાનો ટાર્ગેટ જોઈ શકાય છે. સેલ ઝોન 47,600 રૂપિયા છે, જ્યાં ટાર્ગેટ 47,400 રૂપિયા જોઈ શકાય છે."

    રેકોર્ડ સપાટીથી સોનું 8,300 રૂપિયા સસ્તું

    બજાર નિષ્ણાતોના કહેવા પ્રમાણે હાલ સોનું રેકોર્ડ હાઇ સપાટીથી આશરે 8,300 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. વર્ષ 2020ની વાત કરીએ તો સોનાની કિંમત MCX પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાના સ્તર પર પહોંચી હતી.

    દેશના વિવિધ શહેરમાં સોનાનો ભાવ (સોર્સ: Goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹45,340₹49,440
    Mumbai₹47,100₹49,100
    Delhi₹47,130₹51,420
    Kolkata₹47,180₹49,880
    Bangalore₹44,990₹49,090
    Hyderabad₹44,990₹49,090
    Kerala₹44,990₹49,090
    Pune₹46,440₹48,960
    Vadodara₹46,750₹49,150
    Ahmedabad₹46,480₹49,070
    Jaipur₹47,190₹49,390
    Lucknow₹45,790₹48,690
    Coimbatore₹45,340₹49,440
    Madurai₹45,340₹49,440
    Vijayawada₹44,990₹49,090
    Patna₹46,440₹48,960
    Nagpur₹47,100₹49,100
    Chandigarh₹45,790₹48,690
    Surat₹46,480₹49,070
    Bhubaneswar₹44,990₹49,080
    Mangalore₹44,990₹49,090
    Visakhapatnam₹44,990₹49,090
    Nashik₹46,440₹48,960
    Mysore₹44,990₹49,090

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: ઘરમાં કેટલું સોનું રાખી શકાય? નિશ્ચિત મર્યાદાથી વધારે સોનું હોય તો શું તે જપ્ત થઈ શકે?

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર