Home /News /business /

Gold Silver Price: સોનું મોંઘુ થયું, ચાંદી પણ વધી, જાણો શું છે 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price: સોનું મોંઘુ થયું, ચાંદી પણ વધી, જાણો શું છે 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

આજનો સોના ચાંદીનો ભાવ

Today Gold Silver Rate in India: આ રેટ તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકાય છે.

    ભારતીય બુલિયન માર્કેટમાં આજે એટલે કે 14 જાન્યુઆરી 2022ના રોજ સોનાની કિંમત (Gold Price Today 14 January 2022)માં વધારો થયો હતો. આ સાથે જ ચાંદીના ભાવમાં (Silver Price Today 14 January 2022) પણ ઉછાળો આવ્યો હતો. દિલ્હી બુલિયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં માત્ર 119 રૂપિયાનો વધારો નોંધાયો હતો. ત્યારે ચાંદીના ભાવમાં 745 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો.

    આજે શું રહ્યો સોનાનો ભાવ?
    દિલ્હી બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનાનો ભાવ 119 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 46,919 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું રૂ. 46,800 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

    આજે શું રહ્યો ચાંદીનો ભાવ?
    દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવ રૂ. 745ના વધારા સાથે રૂ. 60,777 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા હતા. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદી રૂ. 60,032 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

    કઈ રીતે જાણી શકાય સોનાનો નવો ભાવ?
    આ રેટ તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકાય છે.

    કઈ રીતે ચેક કરશો સોનાની શુધ્ધતા?
    નોંધનીય છે કે હવે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો તેના માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે સોનાની શુદ્ધતા ચકાસવા સાથે તેને લગતી કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોવાનું જણાય તો ગ્રાહક તરત જ તેની ફરિયાદ કરી શકે છે. આ એપ દ્વારા ગ્રાહકને તરત જ ફરિયાદ નોંધવાની માહિતી પણ મળશે.
    First published:

    Tags: Gold silver price, Silver price

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन