Home /News /business /

Gold rate today: પીળી ધાતુની કિંમતમાં વધારો, 10 ગ્રામ સોનાની કિંમત Rs 48,200 નજીક પહોંચી

Gold rate today: પીળી ધાતુની કિંમતમાં વધારો, 10 ગ્રામ સોનાની કિંમત Rs 48,200 નજીક પહોંચી

સોનાની કિંમત વધી (પ્રતીકાત્મક તસવીર)

Gold price today in Gujarat: વૈશ્વિક બજારની વાત કરીએ યુએસમાં સ્પોટ ગોલ્ડમાં 0.2 ટકાનો વધારો જોવાયો છે. કિંમત $1,786.51 પ્રતિ ઔંસ જોવા મળી હતી. જ્યારે ફ્યુચર ગોલ્ડમાં પણ 0.2 ટકાનો વધારો જોવામાં આવ્યો હતો.

    નવી દિલ્હી. Gold price today: સોમવારે સવારે સોનાની કિંમતમાં વધારો થયો છે. યુએસના ફુગાવાના આંકડા (US Inflation data) જાહેર થયા બાદ આજે સોનું અને ચાંદીની કિંમતમાં વધારો (Gold-Silver Price today, 13th December 2021) જોવા મળ્યો છે. MCX પર આજે ફ્યુચર સોના (Future Gold)ની કિંમત 0.02 ટકા અથવા 8 રૂપિયા વધી હતી. 10 ગ્રામ સોનાની કિંમત આજે Rs 48,172 જોવામાં આવી છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીની કિંમત (Silver Price Today)માં 0.30 ટકા અથવા Rs 184 રૂપિયાનો વધારો થયો છે. આજે ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ Rs 61,335 રહી છે.

    વૈશ્વિક બજારમાં સોનું

    યુએસમાં સ્પોટ ગોલ્ડમાં 0.2 ટકાનો વધારો જોવાયો છે. કિંમત $1,786.51 પ્રતિ ઔંસ જોવા મળી હતી. જ્યારે ફ્યુચર ગોલ્ડમાં પણ 0.2 ટકાનો વધારો જોવામાં આવ્યો હતો. જેની કિંમત $1,787.70 પ્રતિ ઔંસ હતી. ચાંદીની કિંમતમાં પણ 0.4 ટકાનો વધારો જોવામાં આવ્યો છે. કિંમત $22.26 પ્રતિ ઔંસ જોવા મળી છે.

    દેશના વિવિધ શહેરમાં સોનાનો ભાવ (માહિતી સોર્સ: goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹45,290₹49,400
    Mumbai₹46,770₹47,770
    Delhi₹47,270₹51,570
    Kolkata₹47,270₹49,970
    Bangalore₹45,120₹49,220
    Hyderabad₹45,120₹49,220
    Kerala₹45,120₹49,220
    Pune₹46,270₹49,570
    Vadodara₹46,590₹48,040
    Ahmedabad₹45,980₹49,120
    Jaipur₹47,470₹49,570
    Lucknow₹45,820₹48,720
    Coimbatore₹45,290₹49,400
    Madurai₹45,290₹49,400
    Vijayawada₹45,120₹49,220
    Patna₹46,270₹49,570
    Nagpur₹46,770₹47,770
    Chandigarh₹45,820₹48,720
    Surat₹45,980₹49,120
    Bhubaneswar₹45,120₹49,370
    Mangalore₹45,120₹49,220
    Visakhapatnam₹45,120₹49,220
    Nashik₹46,270₹49,570
    Mysore₹45,120₹49,220

    સોનાની કિંમત રેકોર્ડ ભાવથી આશરે 8,000 રૂપિયા ઓછી

    હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. એવામાં સોનાની ખૂબ માંગ રહે છે. જો તમે પણ સોનું ખરીદવા ઇચ્છો છો તો હાલ સોનાની કિંમત પોતાના રેકોર્ડ ભાવથી 8000 રૂપિયા જેટલી ઓછી છે. આથી સોનું ખરીદવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. રોકાણ માટે પણ સોનાની ખરીદી ફાયદાકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે બહુ ઝડપથી સોનાની કિંમતમાં વધારો થશે. સોનાની કિંમત 2020ના વર્ષમાં રેકોર્ડ સપાટી (Gold record price) પર પહોંચી હતી. ઓગસ્ટ 2020માં 10 ગ્રામ સોનાની કિંમત 56,191 રૂપિયાના સ્તર પર પહોંચી હતી.

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: MedPlus Health IPO: મેડપ્લસ હેલ્થનો આઈપીઓ ખુલ્યો, પ્રાઇસ બેન્ડ, ગ્રે માર્કેટ પ્રીમિયમ સહિતની વિગત

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: Tega Industries IPO Listing: ટેગા ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓનું શેર બજારમાં ધમાકેદાર લિસ્ટિંગ, જાણો વિગત

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર