Home /News /business /

Gold price today: સતત બે દિવસ ઘટાડા બાદ આજે સોનાની કિંમતમાં ઉછાળો, જાણો ભાવ અંગે નિષ્ણાતોનો અભિપ્રાય

Gold price today: સતત બે દિવસ ઘટાડા બાદ આજે સોનાની કિંમતમાં ઉછાળો, જાણો ભાવ અંગે નિષ્ણાતોનો અભિપ્રાય

સોનાની કિંમત

Gold price today in Gujarat: વૈશ્વિક બજારની વાત કરીએ તો સોનાની કિંમત (Gold price)માં 0.2% ટકા વધારો જોવા મળ્યો છે. આજે સોનું $1,778.66 પ્રતિ ઔંસ પર હતું.

    મુંબઈ: અમેરિકન ઇન્ફેશન ડેટા (US inflation data)ની જાહેરાત પહેલા રોકાણકારો સોનાના અને ચાંદીને લઈને સાવધાની રાખી રહ્યા છે. સતત બે દિવસ ઘટાડા બાદ આજે સોનાની કિંમતમાં ઉછાળો (Gold and silver price 10th December) જોવા મળ્યો છે. આજે સવારે એમસીએક્સ (MCX) પર સોનાના ભાવ (Gold price today)માં 0.15%નો ઉછાળો જોવા મળ્યો હતો. આજે 10 ગ્રામ સોનાની કિંમત 48,010 રૂપિયા જોવામાં આવી હતી. જ્યારે ચાંદીની કિંમત ફ્લેટ જોવા મળી હતી. 1 કિલોગ્રામ ચાંદીની કિંમત (Silver price today) આજે 60,833 રૂપિયા જોવામાં આવી હતી.

    વૈશ્વિક બજારની વાત કરીએ તો સોનાની કિંમત (Gold price)માં 0.2% ટકા વધારો જોવા મળ્યો છે. આજે સોનું $1,778.66 પ્રતિ ઔંસ પર હતું. જોકે, અઠવાડિયાના આધારે જોઈએ તો કિંમતમાં 0.4%નો ઘટાડો જોવાયો છે. અન્ય કિંમત ધાતુની વાત કરીએ તો ચાંદીની કિંમત (Silver price) 0.2% ટકા વધીને $21.97 પ્રતિ ઔંસ જોવા મળી હતી.

    નિષ્ણાતનો અભિપ્રાય

    મિન્ટના જણાવ્યા પ્રમાણે માયગોલ્ડકાર્ટના ડિરેક્ટર વિદિત ગર્ગે જણાવ્યું છે કે, ટેક્નિકલી જોઈએ તો સોનાની કિંમત એક રેન્જની વચ્ચે ફસાઈ ગઈ છે. હાલ ટ્રેડર્સ મહત્ત્વના ઇન્ફ્લેશન ડેટા પર નજર રાખી રહ્યા છે. જો સોનું $1783 ઉપરનું સ્તર જાળવી રાખે છે તો તે $1,792ના સ્તર પર પહોંચી શકે છે.

    સોનાની કિંમત રેકોર્ડ ભાવથી આશરે 8,000 રૂપિયા ઓછી

    હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. એવામાં સોનાની ખૂબ માંગ રહે છે. જો તમે પણ સોનું ખરીદવા ઇચ્છો છો તો હાલ સોનાની કિંમત પોતાના રેકોર્ડ ભાવથી 8000 રૂપિયા જેટલી ઓછી છે. આથી સોનું ખરીદવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. રોકાણ માટે પણ સોનાની ખરીદી ફાયદાકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે બહુ ઝડપથી સોનાની કિંમતમાં વધારો થશે. સોનાની કિંમત 2020ના વર્ષમાં રેકોર્ડ સપાટી (Gold record price) પર પહોંચી હતી. ઓગસ્ટ 2020માં 10 ગ્રામ સોનાની કિંમત 56,191 રૂપિયાના સ્તર પર પહોંચી હતી.

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: Credit Card લેવાનો કરી રહ્યાં છો વિચાર? જાણો મહત્ત્વની વાતો, હંમેશા ફાયદામાં રહેશો

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર