મુંબઇ: સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોનાની કિંમતોમાં (Gold Price Today) ઘટાડો જોવા મળ્યો છે. ઘરેલૂ ઇક્વિટી માર્કેટમાં તેજીને લીધે સોના પર દબાવ જોવા મળી રહ્યો છે. આજે એમસીએક્સ પર ગોલ્ડના ઓગસ્ટ વાયદામાં 0.4 ટકાના ઘટાડા સાથે પ્રતિ દસ ગ્રામ 51,230 પર આવી ગયો છે. આ સોનાનું ઇન્ટ્રા ડે લો છે. ઉપરાંત ચાંદીની કિંમત 0.7 ટકાના ઘટાડા સાથે 57937 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઇ છે.
આજે ગ્લોબલ માર્કેટમાં પણ સોના અને ચાંદીના ભાવ (gold silver price)માં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકી માર્કેટમાં સોનાની હાજર કિંમત 1776 ડોલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ કરી રહી છે, જે પાછલા બંધ ભાવથી 0.33 ટકા ઓછી છે. ચાંદીની હાજર કિંમત આજે 20.10 ડોલર પ્રતિ ઔંસ રહી, જે પાછલા બંધ ભાવથી 0.44 ટકા ઓછી છે. આ કારણે જ આજે ભારતીય વાયદા માર્કેટમાં પણ સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
અત્યારે સોનું ખરીદવું જોઇએ?
કેડિયા એડવાઇઝરીના એમડી અજય કેડિયાએ સોનું ખરીદવાની સલાહ આપતાં કહ્યું કે, ગોલ્ડ ઓક્ટોબર 2022 ફ્યૂચર 51,200 રૂપિયા પર ખરીદી શકાય છે. તેનો ટાર્ગેટ 51,500થી 51,700 રૂપિયા હશે. આમાં 51,000 સ્ટોપ લોસ રાખવું. જ્યારે કેડિયાએ સિલ્વર સપ્ટેમ્બર 2022 ફ્યૂચર 57,500 પર 58,500 રૂપિયાથી 59,000 રૂપિયાન ટાર્ગેટ માટે ખરીદવા કહ્યું છે. ચાંદી માટે સ્ટોપ લોસ 57,000 મૂકવો પડશે.
એક્સપર્ટનું કહેવું છે કે, અત્યારે ભલે સોના પર દબાવ છે, પરંતુ ધીમે-ધીમે દૂર થઇ રહ્યો છે. આ સપ્તાહે વાયદા બજારમાં સોનાની કિંમત લગભગ 1200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધી ચૂકી છે. જેવી જ મોંઘવારી અને મંદીનું જોખમ થોડું ઘટશે, સોનું ફરી એક વખત ઉચકાશે. કેડિયા એડવાઇઝરીના નિર્દેશક અજય કેડિયાનો અનુમાન છે કે, આ વર્ષના અંત સુધી સોનું 54 હજારના સ્તરે પહોંચી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર