Gold Silver Price Today: 22 સપ્ટેમ્બર, 2021ના રોજ ભારતીય બજારમાં (Indian Bullion Market) સોનું ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યું છે. જેની પાછળનું કારણ અમેરિકામાં ફેડરલ રિઝર્વ (US Federal Reserve) તરફથી મળતા સંકેત હોવાનું મનાય છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર બુધવાર સવારે 09:24 વાગ્યે ઓક્ટોબર વાયદાનું સોનું (Gold Price Today) 0.09 ટકા ઘટાડા સાથે 46,596 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. MCX પર સિલ્વર (Silver Price Today) ફ્યૂચર 0.66 ટકાના ઉછાળા સાથે 60,835 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ટ્રેડ થઈ રહી હતી. નોંધનીય છે કે, 21 સપ્ટેમ્બરે મુંબઈના રિટેલ માર્કેટમાં ત્રણ દિવસના સતત ઘટાડા બાદ સોનાના ભાવમાં 231 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો અને 46,513 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું હતું.
સોનું 9600 રૂપિયા ઓછા ભાવે થઈ રહ્યું છે ટ્રેડ
મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનું ફ્યૂચર 46600ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. ઓગસ્ટ 2020ના ગોલ્ડના ઓલટાઇમ હાઇ ભાવ 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી આ ભાવ 9600 રુપિયા નીચો છે. સોનામાં રોકાણ કરવાની ઈચ્છા ધરાવતા અને સારા પ્રસંગો માટે ઘરેણાં ખરીદનાર ઈચ્છતો વર્ગ સોનાના ઘટતા ભાવ પર સતત નજર રાખી રહ્યા છે.
રોકાણ કરવાનો યોગ્ય સમય
એક્સપર્ટના મત મુજબ, MCX પર સોનું 46800-47055ની વચ્ચે રહી શકે છે. બીજી તરફ, ચાંદી 61000-61400ના સ્તરની વચ્ચે રહેવાની શક્યતા છે. એક્સપર્ટ 61,200ના લક્ષ્ય માટે 59,400ના સ્ટોપલોસ સાથે 59,900ની આસપાસ ચાંદી ખરીદવાની સલાહ આપી રહ્યા છે. બીજી તરફ, માર્કેટના જાણકારોનું માનીએ તો સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે.
જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર