Gold Price Today: સપ્તાહના પહેલા દિવસે સસ્તું થયું સોનું, જાણો 10 ગ્રામ ગોલ્ડની કિંમત

મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોનું વાયદો 0.15 ટકા ઘટીને 47,451 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. (પ્રતીકાત્મક તસવીર)

Gold Silver Price Today: અમેરિકન નોકરીઓના નિરાશાજનક આંકડાઓ બાદ ચાંદીના દરોમાં મજબૂતી જોવા મળી, જાણો આજના સોના-ચાંદીના ભાવ

  • Share this:
    Gold Silver Price, 6 September 2021: ભારતીય બજારોમાં આજે સોનાની કિંમત (Gold Price Today)માં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ચાંદી સપાટ સ્તર પર કારોબાર કરી રહી છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોનું વાયદો 0.15 ટકા ઘટીને 47,451 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. આ ઉપરાંત ચાંદીનો ભાવ (Silver Price Today) 65,261 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. ગત કારોબારી સત્રમાં સોનાની કિંમતમાં 500 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો હતો. આ ઉપરાંત ચાંદીની કિંમતોમાં 1,900 રૂપિયાનો વધારો થયો હતો. નોંધનીય છે કે, અમેરિકન નોકરીઓના નિરાશાજનક આંકડાઓ બાદ ચાંદીના દરોમાં મજબૂતી જોવા મળી હતી.

    ગ્લોબલ માર્કેટમાં સોનાનો હાજર ભાવ 1,826.65 ડૉલર પ્રતિ ઔંસની નજીક રહ્યો છે. બીજી તરફ, ચાંદી 24.69 ડૉલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી છે. અમેરિકન નોકરીઓના આંકડા જાહેર થયા બાદ વિશ્લેષકોનું કહેવું છે કે, ફેડરલ રિઝર્વ પ્રોત્સાહન ઉપાયોને ઓછા કરવા માટે ટાઇમલાઇનને પાછળ ધકેલી શકાય છે. આ ઉપરાંત, નબળા અમેરિકન ડૉલરથી પણ સોનાને સમર્થન મળ્યું છે.

    ગુજરાતના શહેરોમાં ગોલ્ડ અને સિલ્વરની કિંમત

    ગૂડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, સોમવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad Gold Price) 47,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat Gold Price) 47,010 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara Gold Price) 47,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 65,300 રૂપિયા છે.

    ‘ગોલ્ડ રેકોર્ડ હાઇ પર પહોંચી શકે છે’

    ભારતીય બજારોમાં હાલના સમયમાં ભલે સોનાની કિંમત ઓછી હોય, પરંતુ કમોડિટી વિશેષજ્ઞોનું માનવું છે કે આ વર્ષના અંત સુધીમાં મલ્ટી કમોડિટી એક્સચેન્જમાં સોનાની કિંમત 56,191 રૂપિયાના પોતાના ઉચ્ચતમ સ્તરને પાર કરી શકે છે. આ ઉપરાંત તેની કિંમત 58,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. મિન્ટના અહેવાલ મુજબ, દેશમાં આગામી તહેવારોની સીઝન દરમિયાન સોનાની ભૌતિક માંગમાં વૃદ્ધિ અને અમેરિકન ડૉલરની નબળી સ્થિતિને કારણે લાઇફ ટાઇમ હાઇ પર સોનું જોવા મળી શકે છે.

    આ પણ વાંચો, Railway Jobs 2021: રેલવેમાં આ પદો પર પરીક્ષા આપ્યા વગર થશે ભરતી, 35 હજાર રૂપિયા મળશે સેલરી

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.

    આ પણ વાંચો, Earn Money: દરરોજ 50 રૂપિયા બચાવીને બની શકો છો કરોડપતિ, જાણો ખૂબ સરળ Investment Plan

    સોનાનો ભાવ મિસ્ડ કોલ કરીને જાણો

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published: