Home /News /business /

Gold Rate Today: સોનાના ભાવ વધીને ફરી 52 હજાર નજીક, જુઓ આજનો ભાવ?

Gold Rate Today: સોનાના ભાવ વધીને ફરી 52 હજાર નજીક, જુઓ આજનો ભાવ?

સોનાની કિેમતોમાં ફરી તેજી જોવા મળી રહી છે.

સોના ચાંદીના ભાવમાં એક દિવસ પહેલા આવેલા ઘટાડા બાદ આજે ફરી ઉછાળો જવા મળી રહ્યો છે. 24 કેરેટ શુધ્ધ સોનાના વાયદાનો ભાવ 60 રુપિયા ચઢીને 51,897 રુપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો હતો. ચાંદીનો વાયદા ભાવ 165 રુપિયા ઉછળીને 57,830 રુપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ સોના ચાંદીના ભાવમાં એક દિવસ પહેલા આવેલા ઘટાડા બાદ આજે ફરી ઉછાળો જવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં તેજી છે. સોનું એકવાર ફરી વધીને 52 હજાર આસપાસ પહોંચી ગયું છે. જ્યારે એક દિવસ પહેલા તેમાં 500 રુપિયાનો ઘટાડો નોંધાયો હતો. મલ્ટીકમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સવારે 24 કેરેટ શુધ્ધ સોનાના વાયદાનો ભાવ 60 રુપિયા ચઢીને 51,897 રુપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો હતો. તેના પહેલા સોનામાં કારોબારની શરુઆત 51,843 રુપિયાના સ્તરેથી થઈ હતી, પરંતુ માંગ વધતા કિંમતોમાં જલ્દી વધારો થયો અને 51,900 રુપિયા નજીક પહોંચી ગઈ હતી. સોનું હાલ પોતાના છેલ્લા બંધ ભાવતી 0.12 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે.

    અમસ્તા જ નથી કહેતા શેરબજારમાં ધીરજ રાખો તો છપ્પરફાડ કમાણી થઈ શકે, આ શેરે 1 લાખના 1.40 કરોડ કર્યા

    ચાંદીના ભાવમાં ઉછાળો

    આજે સવારે ચાંદીની કિંમતોમાં પણ ઉછાલો જોવા મળ્યો હતો. એમસીએક્સ પર ચાંદીનો વાયદા ભાવ 165 રુપિયા ઉછળીને 57,830 રુપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે. આ પહેલા ચાંદીના કારોબારની શરુઆત 55,776ના સ્તરે ખુલીને થઈ હતી, પરંતુ માંગ વધવા સાથે જલ્દી તેના ભાવ 57,800ને પાર કરી ગયા છે. ચાંદી હાલ પોતાના પાછલા બંધ ભાવથી 0.29 ટકાના ઉછળીને કારોબાર કરી રહી છે.

    શેરબજારમાં બુલ રન, Sensex ફરી 60000ના સ્તરે, Nifty 17900ને પાર

    ગ્લોબલ માર્કેટમાં પણ વધ્યા ભાવ

    સોના ચાંદીના ભાવ ગ્લોબલ માર્કેટમાં પણ વધ્યા છે. અમેરિકન બજારમાં સોનાની હાલની કિંમત 1778.78 ડોલર પ્રતિ ઔંસ રહી છે, જે પાછલા બંધ ભાવથી 0.17 ટકા વધારે છે. આ જ રીતે ચાંદીનો હાલનો ભાવ પાછલા બંધથી 0.29 ટકા વધીને 20.19 ડોલર પ્રતિ ઔંસ પહોંચી ગયો છે. સોના અને ચાંદીની કિંમતોમાં એક દિવસ પહેલા જ ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે સોનું 573 રુપિયા અને ચાંદી 1300 રુપિયા સસ્તી થઈ ગઈ હતી.

    Hot Stocks: શોર્ટ ટર્મમાં કમાણી કરવી હોય તો નિષ્ણાતોએ સૂચવેલા આ સ્ટોક્સ પર દાવ રમો

    આગળ કેવું રહેશે બજાર

    કોમોડિટી એક્સપર્ટ્સ અનુજ જૈનનું કહેવું છે કે સોના અને ચાંદીની કિંમતોમા એકવાર ફરીથી તેજી જોવા મળી શકે છે. ગ્લોબલ માર્કેટમાં આવી રહેલા સુધારાની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. એક મહિના પહેલા સુધી 50 હજારની આસપાસ દેખાઈ રહેલું સોનું હવે 52 હજાર નજીક પહોંચી ગયું છે. ડોલરમાં જેમ જેમ ઘટાડો આવશે તેમ તેમ સોના ચાંદીની કિંમતોમાં વધારો થશે. આ વર્ષના અંત સુધીમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સોનાની કિંમતો 55 હજારના સ્તરને સ્પર્શી શકે છે.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: 10 Gram Gold Price, Gold price today, Latest gold price, MCX, Silver Price Today

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन