Home /News /business /

Gold Price Today: સોનાનો ભાવ 6 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો રેટ

Gold Price Today: સોનાનો ભાવ 6 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો રેટ

જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. (પ્રતીકાત્મક તસવીર)

Gold Price Today: જો તમે સોનાની શુદ્ધતા ચેક કરવા માંગો છો તો તેના માટે સરકાર તરફથી એક App તૈયાર કરવામાં આવી છે

  Gold-Silver Rates, 30 September 2021: સોનાની કિંમતોમાં આજે હળવી તેજી જોવા મળી રહી છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (multi Commodity Exchange- MCX) પર ડિસેમ્બરનું સોનું વાયદો (Gold Price Today) 0.38 ટકા વધીને 6 મહિનાના નીચલા સ્તર, 45,942 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક છે, જ્યારે ચાંદીનો ભાવ (Silver Price Today) 0.18 ટકા વધીને 58,490 રૂપિયા કિલોગ્રામ થઈ ગયો છે. ગત સત્રમાં સોનું 0.4 ટકા ગબડ્યું હતું. બીજી તરફ ચાંદીનો ભાવ 3.5 ટકા એટલે કે 2,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘટ્યો હતો.

  વૈશ્વિક બજારોમાં સોનાની કિંમતોમાં તેજી આવી છે પરંતુ અમેરિકન ડૉલર (US Dollar) મજબૂત થવાથી સાત સપ્તાહના નીચલા સ્તરની પાસે રહ્યું. બુધવારે હાજર સોનું 0.2 ટકા વધીને 1,729.83 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયું. ડૉલર ઇન્ડેક્સમાં (Dollar Index) આજે થોડો ઘટાડો જોવા મળ્યો, પરંતુ બુધવારે એક વર્ષના ઉચ્ચ સ્તરની પાસે રહ્યો, જેનાથી અન્ય કરન્સીમાં રોકાણકારો માટે સોનાની કિંમત વધી ગઈ.

  શૅરની જેમ ખરીદી શકો છો ગોલ્ડ

  SEBIએ ગોલ્ડ એક્સચેન્જ માટે ફ્રેમવર્કને પણ મંજૂરી આપી દીધી છે. ગોલ્ડ એક્સચેન્જ માટે ફ્રેમવર્કને SEBI (વોલ્ટ મેનેજર્સ) રેગ્યૂલેશન હેઠળ અપ્રૂવલ આપવામાં આવી છે. સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યૂલેશન એક્ટ હેઠળ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રેસિટ્સને સિક્યુરિટીઝ તરીકે ઇશ્યૂ અને નોટિફાય કરવામાં આવશે. વિદેશમાં આ પ્રકારના એક્સચેન્જ પહેલાથી કાર્યરત છે. દેશમાં પણ ગોલ્ડના ટ્રેડમાં પારદર્શિતા વધારવા માટે એક્સચેન્જ શરુ કરવાની માંગ કરવામાં આવી રહી હતી.

  ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ (Gold & Silver Rates in Gujarat)

  ગુડ રિટર્ન્સ (Good Returns) વેબસાઇટ મુજબ, ગુરુવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad Gold Price) 47,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.  આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat Gold Price) 47,410 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara Gold Price) 47,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 58,600 રૂપિયા છે.

  આ પણ વાંચો, IBPS Jobs: આઇબીપીએસમાં IT Engineer અને Professor સહિત અનેક પદો પર ભરતી, એક લાખ સુધી મળશે પગાર

  મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

  સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

  આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

  જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.

  આ પણ વાંચો, Petrol Diesel Price Today: જનતાને મોટો આંચકો! ફરી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો આપના શહેરના ભાવ

  વર્ષના અંતમાં નવા સોનું નવા રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે

  વિશેષજ્ઞો મુજબ, વર્ષના અંતિમ મહિનાઓમાં સોનું રેકોર્ડ પર પહોંચી શકે છે. વર્ષના અંત સુધી ગોલ્ડની કિંમત 1950થી 2000 ડૉલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. અમેરિકાના ઇકોનોમિક ડેટા અને મોંઘવારી સાથે જોડાયેલી ચિંતા સોના માટે ઉત્પ્રેરકનું કામ કરી શકે છે. આ ઉપરાંત તહેવારો, લગ્નની સીઝન પણ સોનાની કિંમતને પુશ કરી શકે છે. શૅર બજાર હાલમાં હાઇલેવલ પર છે અને જો ઘટાડો આવ્યો તો રોકાણકારો ગોલ્ડ અને સિલ્વર જેવા સુરક્ષિત વિકલ્પ પસંદ કરી શકે છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Commodity, Gold price, MCX, Silver price, ગોલ્ડ, ચાંદી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन