Gold Silver Price Today: સોનું એક મહિનાના સૌથી નીચા સ્તરે, 9500 રૂપિયા સસ્તું મળી રહ્યું છે ગોલ્ડ

ભારતમાં સોનું હાલ એક મહિનાના નીચલા સ્તર પર જોવા મળી રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

Gold-Silver Latest Rates: ડૉલરમાં મજબૂતાઈની વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં ગાબડું, ચેક કરો આજના લેટેસ્ટ રેટ્સ

  • Share this:
    Gold Silver Latest Price, 14 September 2021: વૈશ્વિક નબળા સંકેતોને લઈ ભારતમાં સોનાના ટ્રેડિંગમાં સતત નબળાઈ જોવા મળી રહી છે. મંગળવાર સવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર (Multi Commodity Exchange- MCX) સોનું 0.1 ટકા ઘટીને 46,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. ચાર દિવસમાં ત્રીજી વાર છે કે જેમાં સોનાના (Gold Price Today) વાયદામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, MCX પર ચાંદી (Silver Price Today) 0.23 ટકાના ઘટાડા સાથે 63,155 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. ફેડને લઈ ઊભી થયેલી ચિંતા અને ડૉલરમાં (US Dollar) જોવા મળી રહેલી મજબૂતાઈના કારણે ભારતમાં સોનું હાલ એક મહિનાના નીચલા સ્તર પર જોવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ગોલ્ડ ઓલટાઇમ હાઇ (Gold All Time High) 56,200 પ્રતિ 10 ગ્રામના લેવલ પર પહોંચી ગયું હતું.

    આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ આજે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાજર સોનું 0.1 ટકાના ઘટાડા સાથે 1,791.16 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગયું. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.3 ટકા ઘટીને 23.65 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગઈ. પ્લેટિનમ 0.2 ટકા ઘટીને 958.73 ડૉલર થઈ ગયું.

    ગોલ્ડ તેના ઓલટાઇમ હાઇથી 9500 રૂપિયા સસ્તું

    વાયદા બજારમાં હાલ સોનું હાલમાં 46,860ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. છેલ્લા એક મહિનામાં સોનું સૌથી નીચા ભાવ પર ચાલી રહ્યું છે. જો ગોલ્ડના ઓલટાઇમ હાઇ ભાવ સાથે તુલના કરવામાં આવે તો તે હાલ 9500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. જો ગોલ્ડમાં રોકાણ કરવાની ઈચ્છા હોય કે ઘરમાં શુભ પ્રસંગને લઈ સોનાના ઘરેણા ખરીદવા માંગો છો તો હાલ સોનું ઘણું સસ્તું મળી રહ્યું છે.

    દેશના ચાર મુખ્ય શહેરોમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ

    ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, 14 સપ્ટેમ્બરે દેશની રાજધાની દિલ્હીમાં (Delhi Gold Price) 10 ગ્રામ સોનાની કિંમત 50,340 રૂપિયા, મુંબઈમાં (Mumbai Gold Price) 47,000 રૂપિયા, ચેન્નઈમાં (Chennai Gold Price) 48,380 રૂપિયા અને કોલકાતામાં (Kolkata Gold Price) 49,250 રૂપિયા છે.

    ગુજરાતના શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ

    Good Returns વેબસાઇટ મુજબ, મંગળવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad 24 Carat Gold Price) 48,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat 24 Carat Gold Price) 48,290 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara 24 Carat Gold Price) 47,120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 63,200 રૂપિયા છે.

    આ પણ વાંચો, RBIએ તમામ બેંકના ગ્રાહકોને માટે જાહેર કરી ખૂબ જ જરૂરી સૂચના, ફટાફટ કરો ચેક

    સોનાનો ભાવ મિસ્ડ કોલ કરીને જાણો

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, Bajaj Pulsar 150 અને Pulsar 160 ns પર મળી રહી છે શાનદાર ઓફર, 4 હજાર રૂપિયાની કરો બચત

    સોનાની શુદ્ધતા આવી રીતે ચેક કરો

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: