Home /News /business /

પાંચ દિવસમાં સોનાના ભાવમાં 1500 રૂપિયાનો વધારો, ભાવમાં ઘટાડો ક્યારે સંભવ?

પાંચ દિવસમાં સોનાના ભાવમાં 1500 રૂપિયાનો વધારો, ભાવમાં ઘટાડો ક્યારે સંભવ?

પ્રતિકાત્મક તસવીર

કોરાનાવાયરસના કહેર પછી રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં રોકાણ કરી રહ્યા છે, આ જ કારણે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ સાત વર્ષની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયો છે.

    નવી દિલ્હી : ઘરેલૂ બજારમાં સોનાની કિંમતોમાં વધારો ચાલુ રહ્યો છે. શુક્રવારે MCX પર ગોલ્ડ ફ્યૂચરમાં 10 ગ્રામ સોનાનો ભાવ 42,509 રૂપિયા સાથે સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો. આ અઠવાડિયામાં સોનાના 10 ગ્રામના ભાવમાં 1500 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે MCX પર જ સિલ્વર ફ્યૂચરમાં આજે પણ એક ટકા જેટલો વધારો થયો હતો. જે બાદમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ વધીને 48,410 રૂપિયા થઈ છે. નોંધનીય છે કે શુક્રવારે રજાને કારણે ટ્રેડિંગ બંધ રહ્યું હતું. જોકે, સાંજના સમયે ટ્રેડિંગ માટે એમસીએક્સ ખુલ્યું હતું.

    નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાવાયરસની અસર હવે દેખાવા લાગી છે. દુનિયાની મોટી રિસર્ચ પેઢીઓએ ગ્લોબલ ગ્રોથમાં આ વર્ષે એક ટકાનો ઘટાડો થવાનું અનુમાન લગાવ્યું છે. આથી રોકાણકારો ફરીથી સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે. જોકે, આગામી એક મહિના સુધી સોનાની કિંમતમાં મોટો ઘટાડો થાય તેવી કોઈ સંભાવના નથી રહેલી.

    વૈશ્વિક બજારમાં સોનાની કિંમત સાત વર્ષની ટોંચની સપાટી પર પહોંચી

    વૈશ્વિક બજારોની વાત કરીએ તો કોરાનાવાયરસના કહેર પછી રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં રોકાણ કરી રહ્યા છે. આજ કારણે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ સાત વર્ષની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયો છે. શુક્રવારે ચીનમાં કોરાનાવાયરસના અમુક નવા કેસ સામે આવ્યા છે, પરંતુ જાન્યુઆરી પછી ચેપ લગાવાના કેસમાં ઘટાડો નોંધાયો છે.

    વૈશ્વિક બજારમાં નવો ભાવ

    દક્ષિણ કોરિયામાં પણ કોરોનાવાયરસના અમુક કેસ સામે આવ્યા છે. જે બાદમાં દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 156 થઈ છે. આ અઠવાડિયામાં સ્પૉટ ગોલ્ડની કિંમત 2.5 ટકા વધીને 1625.05 પ્રતિ આઉન્સ રહી હતી. આજે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં 0.40 ટકાનો વધારો થયો હતો.

    ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ (Gold Investment Demand)માં સતત વધારો જોવા મળી રહ્યો છે. દુનિયાના સૌથી મોટા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) એટલે કે SPDR ગોલ્ડ ટ્રસ્ટમાં પણ વધારો થયો છે. ગુરુવારે તે 0.25 ટકા વધીને 933.94 ટન થઈ ગયો હતો, જે છેલ્લા ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટી છે. અન્ય ધાતુઓની કિંમતની વાત કરવામાં આવે તો ચાંદીમાં 0.5 ટકા અને પ્લેટિનિયમમાં 0.2 ટકાનો વધારો થયો છે.

    આ દરમિયાન ચીને અર્થવ્યવસ્થા પર કોરોનાવાયરસનો પ્રભાવ ઓછો કરવા માટે અનેક પગલાં લીધા છે. ચીનની મધ્યસ્થ બેંકે આ અઠવાડિયે વ્યાજદરોમાં ઘટાડો જાહેર કર્યો છે. સાથે જ કહ્યું કે જે પેઢી કે કંપની આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે તેમને ઓછા દરે ધીરાણ મળશે. આ દરમિયાન રોકાણકારો માટે રોકાણ માટે સોનું પસંદગીનો વિકલ્પ બની રહ્યું છે. આ જ કારણ છે કે આ અઠવાડિયે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં સાત ટકાનો વધારો થયો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन