Home /News /business /

Gold price today: સોનાની કિંમતોમાં બ્રેકઆઉટ, શું ખરીદી માટે આ યોગ્ય સમય છે?

Gold price today: સોનાની કિંમતોમાં બ્રેકઆઉટ, શું ખરીદી માટે આ યોગ્ય સમય છે?

સોનાની કિંમત (પ્રતીકાત્મક તસવીર)

Gold price forecast: કોમોડિટી બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે, ગયા સપ્તાહે સોનાના ભાવમાં ઘટાડો મુખ્યત્વે યુએસ ફેડના વ્યાજદરમાં વધારા અંગેના હોકિશ વલણને કારણે થયો હતો.

મુંબઈ: ગત સપ્તાહે સ્પોટ માર્કેટ (Spot Market)માં 1935 ડોલર પ્રતિ ઔંસ (Per ounce)ના સ્તર પર બ્રેકઆઉટ આપ્યા બાદ સોનું (Gold Price) આ નફો (Profit) જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યું છે. 1852 ડૉલર (USD)ની સપાટીની આસપાસ પહોંચ્યા બાદ સોનાનો ભાવ ફરી એકવાર 1800 ડૉલરની સપાટીથી નીચે આવી ગયો છે. શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજાર (International Market)માં કિંમતી બુલિયન મેટલ 1791 ડોલર પ્રતિ ઔંસના સ્તરની આસપાસ બંધ રહ્યું હતું. જ્યારે ફેબ્રુઆરીના ભાવિ કોન્ટ્રાક્ટ માટે MCX સોનાનો દર તેના ગુરુવારના બંધ ભાવ 47,678 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી રૂ. 232 અથવા લગભગ 0.50 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

શું હોકિશ (hawkish) વલણ છે જવાબદાર?

કોમોડિટી બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે, ગયા સપ્તાહે સોનાના ભાવમાં ઘટાડો મુખ્યત્વે યુએસ ફેડના વ્યાજદરમાં વધારા અંગેના હોકિશ વલણને કારણે થયો હતો. જોકે, તેઓએ જણાવ્યું હતું કે, ઇક્વિટી માર્કેટ ઓવરબોટ કન્ડિશનમાં ડોલર (USD) સામે ભારતીય રૂપિયા (INR)માં ઘટાડો અને રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો એ કેટલાક મુખ્ય પરીબળો છે, જે નજીકના ગાળામાં સોનાના ભાવમાં તેજીને વેગ આપી શકે છે.

સોનાના ભાવ પાછળ આંતરરાષ્ટ્રીય પરીબળો

આઈઆઈએફએલ સિક્યોરિટીઝના કોમોડિટી એન્ડ કરન્સી ટ્રેડના વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “વ્યાજદરમાં વધારા અંગે ફેડના કડક વલણ બાદ તાજેતરમાં સોનાના ભાવમાં જોરદાર સુધારો થયો છે. જોકે, વૈશ્વિક ફુગાવો હજી પણ મોટી ચિંતાનો વિષય છે, કારણ કે હાલના રશિયા-યુક્રેન સંઘર્ષથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ફરીથી વધારો થઈ શકે છે અને જો આ સંઘર્ષ થોડો લાંબો સમય ચાલશે તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ બેરલ દીઠ 120 ડોલરની સપાટીએ પહોંચી શકે છે, જે વૈશ્વિક ફુગાવાના દ્રશ્યને વધુ ખરાબ કરી શકે છે, જેના પગલે સોનાના ભાવમાં વધારો થઈ શકે છે.”

મોતીલાલ ઓસવાલનો અભિપ્રાય

જ્યારે મોતીલાલ ઓસ્વાલના કોમોડિટી રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ અમિત સાજેજાએ જણાવ્યું હતું કે, “રશિયા-યુક્રેન વચ્ચેનો સંઘર્ષ વહેલો સમાપ્ત થવા છતાં પણ વૈશ્વિક ફુગાવો યથાવત્ રહેશે. અમેરિકામાં સરેરાશ ફુગાવો 4.5 ટકાથી 5 ટકાની આસપાસ રહેવાની ધારણા છે, જે 2 ટકાના લક્ષ્ય આંકડા કરતા ઘણો વધારે છે. ડોલર ઇન્ડેક્સ પણ ઓવરબોટની સ્થિતિમાં પહોંચી ગયો છે અને તે ગમે ત્યારે ગગડી શકે છે. જેના પગલે હાજર બજારમાં સોનાના ભાવમાં વધારો થશે.”

રૂપિયામાં કડાકો કઇ રીતે કરે છે સોના પર અસર?

અમિત સાજેજા જણાવે છે કે, “છેલ્લા એક પખવાડિયાથી અમેરિકન ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન (ઘટાડો) થઈ રહ્યું છે. તે 74ના સ્તરેથી ઘટીને અમેરિકન ડોલર સ્તરેથી રૂ. 75.3 પર આવી ગયો છે અને વધુ ઘટીને 76ના સ્તરે જવાની શક્યતા છે. તો અમેરિકન ડોલર સામે પણ ભારતીય રૂપિયામાં ઘટાડાને કારણે એમસીએક્સ સોનાના ભાવમાં ઉછાળો આવી શકે છે.”

આ પણ વાંચો: સોન ભંડાર: બિહારની આ ગુફામાં છૂપાવેલું છે અઢળક સોનું

સોનાની કિંમત પર અસર

રૂપિયામાં ઘટાડાની સ્થાનિક બજારમાં સોનાની કિંમત પર કેવી અસર પડે છે તે અંગે આઇઆઇએફએલ સિક્યોરિટીઝના અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમેરિકન ડોલર સામે રૂ. 1ના ઘટાડાને પગલે સ્થાનિક સોનાના ભાવમાં આશરે રૂ. 250થી 300 પ્રતિ 10 ગ્રામનો વધારો થાય છે. છેલ્લા એક પખવાડિયામાં આપણે અમેરિકન ડોલર સામે રૂ. 1.3ની આસપાસનો ઘટાડો જોયો છે, જેમાં તે 74થી ઘટીને 75.3ના સ્તરની આસપાસ આવી ગયો છે. તેથી, તાજેતરના ફેડના મુખ્ય દરો પરના હોકિશ વલણને કારણે સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ. 500ની આસપાસ તેજીને કાબૂમાં લેવામાં આવી છે. પરંતુ યુએસડી સામે રૂપિયામાં વધુ ઘટાડાથી સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 500ની નજીકની નવી તેજી શરૂ થઈ શકે છે.

આંશિક નફો બુક કરતા રહો

સ્થાનિક સોનાના ભાવ સ્પોટ માર્કેટને અનુસરવાની સલાહ આપતા અમિત સજેજાએ જણાવ્યું હતું કે, "સ્પોટ ગોલ્ડની કિંમતને હજુ પણ 1760 પ્રતિ લેવલના સ્તરે મજબૂત ટેકો છે અને હવે તે 1760થી 1865ની બહોળી રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. જોકે, આ વખતે સોનાના ભાવમાં તેજી એક દિશામાં અને તીવ્ર નહીં હોય. તેથી વ્યક્તિએ આંશિક નફો બુક કરતા રહેવું જોઈએ અને દરેક બ્રેકઆઉટ પર સ્ટોપલોસને અપગ્રેડ કરવું જોઈએ.”

આ પણ વાંચો:  વિદેશથી કેટલું સોનું લાવી શકાય?

સોનાનો ટાર્ગેટ

સ્થાનિક બજારમાં સોનાના રોકાણકારો માટે ડિપ્સ સ્ટ્રેટેજી પર ખરીદીની સલાહ આપતા અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “MCX ગોલ્ડ રેટમાં 47,100ના લેવલ પર મજબૂત સપોર્ટ છે. તેથી, સોનાના રોકાણકારો MCX પર રૂ. 47,500થી રૂ. 47,600ની રેન્જમાં સોનું ખરીદી શકે છે, જે રૂ. 47,900 પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. જોકે, MCX ગોલ્ડ ફેબ્રુઆરી ફ્યુચર કોન્ટ્રાક્ટને ટૂંકા ગાળાના રૂ. 48,300ના લક્ષ્યાંક માટે રૂ. 47,100ના લેવલ પર રાખી શકાય છે.”
Published by:Vinod Zankhaliya
First published:

આગામી સમાચાર