હાજર માંગને પગલે સોનાની કિંમતમાં તેજી, દિવાળી સુધી ભાવ ક્યાં સુધી પહોંચશે?

સોનાની કિંમતમાં તેજી

Gold Silver price forecast: અમેરિકન બૉન્ડ યીલ્ડ અને ડૉલરમાં નરમાઈને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે સોનાના ભાવમાં તેજી આવી છે. હાજર સોનું 0.2% વધીને 1770.26 ડૉલર પ્રતિ ઔંસ થયું છે. જ્યારે ફ્યૂચર ભાવ 0.1% વધીને 1770.50 ડૉલર થયું છે.

 • Share this:
  મુંબઈ: ઇન્ટરનેશનલ માર્કેટને જોતા સોમવારે 18 ઓક્ટોબરના રોજ ભારતમાં સોનાની કિંમતમાં તેજી આવી છે. આજે 18 ઓક્ટોબરના રોજ Multi-Commodity Exchange (MCX) એક્સચેન્જ પર ડિસેમ્બર ગોલ્ડ પ્રાઇસ (Gold price) 0.11% વઘીને 47,265 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે. સોમવારે ચાંદીની કિંમત (Silver price)માં પણ તેજી જોવા મળી છે. ચાંદી 18 ઓક્ટોબરના રોજ 0.16% ઉછલીને 63,371 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે. અમેરિકન બૉન્ડ યીલ્ડ અને ડૉલરમાં નરમાઈને પગલે આંતરરાષ્ટ્રીય બજાર (International Market)માં સોમવારે સોનાના ભાવમાં તેજી આવી છે. હાજર સોનું 0.2% વધીને 1770.26 ડૉલર પ્રતિ ઔંસ થયું છે. જ્યારે ફ્યૂચર ભાવ 0.1% વધીને 1770.50 ડૉલર થયું છે.

  સોનામાં રિકવરી ઝડપી બની

  સોનામાં ઓક્ટોબર મહિનામાં રિકવરી જોવા મળી છે. સપ્ટેમ્બરના અંતે સોનું 46 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલ્યું ગયું હતું. હાલ સોનું MCX પર 47,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. ક્રૂડની વધી રહેલી કિંમત, મોંઘવારી, સોનાની હાજર માંગ, પાવર ક્રાઇસિસ અને ઇક્વિટી માર્ટેમાં હાઇ વેલ્યુએશનને પગલે સોનાની કિંતમને સપોર્ટ મળ્યો છે. એક્સપર્ટનું કહેવું છે કે હાલ એવા અનેક ફેક્ટર છે જે સોનાની કિંમતને સપોર્ટ કરે છે. આથી દિવાળી પહેલા હાલ સોનામાં પૈસા લગાવવાનો યોગ્ય સમય છે. સોનામાં થોડો ઘટાડો થાય તો શોર્ટ ટર્મ અને લૉંગ ટર્મ માટે એન્ટ્રી કરી શકાય છે.

  રિકવરીનું મોટું કારણ

  ઇન્ટરનેશનલ સ્તરે ક્રૂડની કિંમતમાં વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડ સતત 83 ડૉલર પ્રતિ બેરલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એજન્સીઓનું માનવું છે કે આગામી દિવસોમાં ક્રૂડની કિંમત 90 ડૉલર પ્રતિ બેરલ થઈ શકે છે. ક્રૂડની કિંમત વધતા મોંઘવારી વધી રહી છે, જેનાથી સોના અને ચાંદીની કિંમતમાં રિકવરી આવી છે.

  49,500 રૂપિયાનો ટાર્ગેટ

  IIFL સિક્યોરિટીઝના VP (રિસર્ચ) અનુજ ગુપ્તાનું કહેવું છે કે, ટેક્નિકલ રીતે શૉર્ટ ટર્મમાં ચાર્ટ પર ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાને 1720 ડૉલર પ્રતિ ઔંસનો સપોર્ટ પ્રાપ્ત છે, તો 1850 ડૉલર પ્રતિ ઔંસનો રેજિસ્ટન્સ બન્યો છે. ઘરેલૂ બજારમાં સોનાને નીચેથી 47,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો સપોર્ટ છે, જ્યારે 49,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રેજિસ્ટન્સ છે. ઘરેલૂ બજારમાં રોકાણકારોએ 47,500 રૂપિયાના ભાવ પર 49,000 રૂપિયાથી 49,500 રૂપિયાના ટાર્ગેટ માટે બજારમાં એન્ટ્રી કરવી જોઈએ. આ માટે 46,800 રૂપિયાનો સ્ટૉપલૉસ લગાવવો જરૂરી છે.

  આ પણ વાંચો: બીજા ક્વાર્ટરમાં ડીમાર્ટનો નફો ડબલ: રોકાણકારોએ શું કરવું? જાણો શેરની કિંમત પર નિષ્ણાતોનો અભિપ્રાય

  ઇન્ટરનેશનલ માર્કેટમાં 1750 ડૉલરના ભાવ પર 1850થી 1900 રૂપિયાનો ટાર્ગેટ બનાવીને બજારમાં એન્ટ્રી કરવી જોઈએ. આ માટે 1720 ડૉલરનો સ્ટૉપલોસ લગાવવો.

  ટૂંકા ગાળામાં સોનામાં સારી તેજી

  અજય કેડિયાનું કહેવું છે કે સોનાની ફિજિકલ માંગ વધી છે. ઘરેલૂ સ્તર પર આવી રહેલા તહેવારોને પગલે સોનાની કિંમત પર અસર પડશે. આઈએમએફ તરફથી ગ્લોબલ ઇકોનૉમીને લઈને દબાણ રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલના સમયમાં મોંઘવારી, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો, ડૉલર ઇન્ડેક્સ, પાવર ક્રાઇસિસને પગલે સેન્ટિમેન્ટ પૉઝિટિવ દેખાઈ રહ્યા છે.

  આ પણ વાંચો: Tata Punch: દેશની સૌથી સુરક્ષિત કારની કિંમતનો ખુલાસો, જાણો વિગત

  દુનિયાભરમાં બજારનું વેલ્યૂએશન પણ રોકાણકારોને ડરાવી રહ્યા છે. આથી ટૂંકા ગાળામાં સોનામાં તેજી જોવા મળી રહી છે. તેમનું કહેવું છે કે રોકાણકારોએ દિવાળી સુધી 47,500થી 47,000 રૂપિયાના ભાવ પર ખરીદી કરવી જોઈએ. દિવાળી સુધી સોનાના પ્રથમ ટાર્ગેટ 49,500 રૂપિયા, બીજો ટાર્ગેટ 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીમાં 61,000ના ભાવ પર એન્ટ્રી કરો અને 66,000 રૂપિયાનો ટાર્ગેટ રાખો.

  સોનાની શુદ્ધતાના માપદંડ

  24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

  આ પણ વાંચો: બમ્પર કમાણીનો મોકો: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી કંપની લાવશે IPO, જાણો વિગત 

  આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

  જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

  મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

  નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
  Published by:Vinod Zankhaliya
  First published: