Gold Price: સોનાની કિંમત 48,000 રૂપિયા નીચે પહોંચી, શું રોકાણ માટે આ યોગ્ય સમય છે?

સોનાની કિંમત

Gold price forecast: કોમોડિટી માર્કેટના નિષ્ણાતોનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના માટે 1,720 ડૉલર પ્રતિ ઔસનો મજબૂત સપોર્ટ છે.

 • Share this:
  મુંબઈ: સોનાની કિંમત (Gold price today) આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઘટીને આશરે 47,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર આવી ગઈ છે. આ પહેલા સોનાએ ગઈકાલે 48,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી સ્પર્શ કરી હતી. કોમોડિટી માર્કેટ (Market expert on gold price) નિષ્ણાતોનું કહેવું છે કે સોનાના ભાવમાં ઘટાડો નફા વસૂલી (Profit booking in Gold)ને પગલે આવ્યો છે. બાકી સોનાને લઈને એકંદરે તમામ સેન્ટીમેન્ટ પૉઝિટિવ છે.

  બજાર નિષ્ણાતોનું કહેવું છે કે કાચા તેલની કિંમત (Crude oil price)માં વધારો, આંતરરાષ્ટ્રીય સ્તર પર વધતી માંગ અને અમેરિકન ડૉલરની સરખામણીએ રૂપિયો નબળો પડવાને પગલે આગામી મહીને સોનાની કિંમતમાં વધારો શરૂ રહેવાની આશા છે.

  કોમોડિટી માર્કેટના નિષ્ણાતોનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના માટે 1,720 ડૉલર પ્રતિ ઔસનો મજબૂત સપોર્ટ છે, એટલે કે સોનાની કિંમત તેનાથી નીચે જાય તેવી સંભાવના ઓછી છે. તેમણે જણાવ્યું કે, શૉર્ટ ટર્મમાં 1,800 ડૉલર પ્રતિ ઔંસ સુધી જવાની આશા છે.

  આ પણ વાંચો: હોટ સ્ટૉક: ખૂબ જ ટૂંકા ગાળામાં આ ત્રણ શેર તમને બનાવી શકે છે માલામાલ

  નિષ્ણાતનું માનવું છે કે એક મહિનાનો સમય પકડીએ તો આ કિંમતી ધાતુ 1,850 ડૉલર પ્રતિ ઔંસના સ્તર પર જઈ શકે છે. તેમણે રોકાણકારોને સલાહ આપી કે 47,300 રૂપિયાના પ્રતિ 10 ગ્રામના વર્તમાન સ્તર પર સોનાની ખરીદી કરી શકાય છે. 46,900 રૂપિયાના સ્તર સુધી દરેક ઘટાડા પર ખરીદી કરી શકાય છે. જોકે, તેમણે MCX પર 46,600 રૂપિયાનો સ્ટૉપલૉસ લગાવવાની પણ વાત કરી છે.

  એક નિષ્ણાતો જણાવ્યું કે, "યૂએસ ફેડ તરફથી વ્યાજદરોમાં ક્યારથી વધારો થશે તેની સ્પષ્ટતા નથી કરવામાં આવી. આ પણ સોનાના પક્ષમાં જાય છે. આથી રોકાણકારોએ વર્તમાન સ્તર પર સોનાની ખરીદી કરવી જોઈએ. MCX પર આગામી એક મહિનામાં સોનું 49,600 રૂપિયાના સ્તર પર પહોંચી શકે છે."

  ગત વર્ષે સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું સોનું

  વર્ષ 2020ની વાત કરીએ તો ગત વર્ષે સમાન સમયગાળામાં સોનાનો ભાવ MCX પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો હતો.

  સોનાની શુદ્ધતાના માપદંડ

  24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

  આ પણ વાંચો: આશીષ કચોલિયાના શેરે આપ્યું તગડું રિટર્ન, જાણો કયા કયા શેરમાં રોકાણ વધાર્યું, કયા શેરે કેટલું વળતર આપ્યું

  આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

  જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

  મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

  નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

  આ પણ વાંચો: BMWનું સ્કૂટર ભારતમાં લોંચ: કિંમત એટલી કે આ બજેટમાં વીટારા બ્રેજા સહિત આ શાનદાર કાર આવી જાય-વાંચો વિગત 

  કોરોના સંકટમાં સોનામાં રોકાણ

  લોકોએ કોરોનાકાળમાં સોનાની ખૂબ ખરીદી કરી છે. ગત વર્ષે 2020-21માં સોનાની આયાત 22.58 ટકાથી વધીને 34.6 અબજ ડૉલર એટલે કે 2.54 લાખ કરોડ રૂપિયા થઈ હતી. આંકડા પ્રમાણે ગત વર્ષે ચાંદીની આવક 71 ટકા ઘટીને 79.1 કરોડ ડૉલર રહી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: