Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો, આજે 8,000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું, ચેક કરો રેટ્સ

Gold Silver Price Today: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં જોરદાર કડાકો, સસ્તું ગોલ્ડ ખરીદવાની સુવર્ણ તક

Gold Silver Price Today: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં જોરદાર કડાકો, સસ્તું ગોલ્ડ ખરીદવાની સુવર્ણ તક

  • Share this:
    Gold Silver Price, 25 August 2021: છેલ્લા કેટલાક સત્રોમાં તેજી બાદ આજે ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. બુધવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોના અને ચાંદીના વાયદા ટ્રેડમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 9:28 વાગ્યે MCX ઓક્ટોબર વાયદાનું સોનું (Gold Price) 0.52 ટકા એટલે કે 248 રૂપિયાના ઘટાડાની સાથે 47,364 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. આ ઉપરાંત, ચાંદી (Silver Price) સપ્ટેમ્બર વાયદામાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદી વાયદામાં 0.67 ટકા એટલે કે 424 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર સિલ્વર વાયદો 63,050 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થયું હતું.

    ગત સત્રમાં સોનું સપાટ બંધ થયું હતું જ્યારે ચાંદીમાં 1 ટકાની તેજી આવી હતી. વૈશ્વિક બજારોમાં, અમેરિકન ડૉલરમાં તેજીના કારણે આજે સોનાની કિંમતોમાં ઘટાડો થયો છે. નોંધનીય છે કે ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન સોનું વાયદો લગભગ 55 હજાર રૂપિયા પર હતું.

    50,000 રૂપિયા સુધી જશે સોનું

    વિશેષજ્ઞોના મત મુજબ, ટૂંક સમયમાં સોનું 50,000 રૂપિયા પર પહોંચી જશે. એવામાં રોકાણના હિસાબથી આ ઉત્તમ સમય છે. રોકાણકારો યલો મેટલમાં રોકાણ કરી શકે છે. બીજી તરફ, કોઈ રોકાણકારે પહેલાથી જ સોનામાં રોકાણ કરેલું છે તો હાલ હોલ્ડ કરવાથી ફાયદારૂપ સાબિત થઈ શકે છે.

    અમદાવાદ અને વડોદરામાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત

    ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ,  બુધવાર સવારે અમદાવાદ (Ahmedabad Gold Price)માં 22 કેરેટ સોનાની કિંમત 46,960 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 48,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ, વડોદરા (Vadodara Gold Price)માં 22 કેરેટ સોનાની કિંમત 46,260 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 47,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    આ પણ વાંચો, 7th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી! પગારમાં દર મહિને 4500 રૂપિયાનો મળશે ફાયદો, જાણો કેવી રીતે

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, Tata Motorsએ HBX મિડ-સાઇઝ SUVને Punch નામથી અનવીલ્ડ કરી, ફેસ્ટિવ સીઝનમાં થશે લૉન્ચ

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: