Home /News /business /

Gold Price Today: દિવાળીના એક દિવસ પહેલા જ સોનાની કિંમતમાં મોટો ઘટાડો, 3,000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું

Gold Price Today: દિવાળીના એક દિવસ પહેલા જ સોનાની કિંમતમાં મોટો ઘટાડો, 3,000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું

સોનાની કિંમતમાં સતત ઘટાડો (પ્રતીકાત્મક તસવીર )

Gold price today: આજે એટલે કે દિવાળીના એક દિવસ પહેલા જ 10 ગ્રામ સોનાની કિંમત 47,513 રૂપિયા થઈ ગઈ છે. આજે ચાંદીની કિંમત (Silver price today)માં પણ ઘટાડો જોવા મળ્યો છે.

    નવી દિલ્હી: દિવાળી (Diwali 2021) પહેલા સોનાની કિંમતમાં ઘટાડો (Gold price today) આવ્યો છે. આજે મલ્ટી કૉમેડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત (Gold price today)માં મોટો ઘટાડો આવ્યો છે. 10 ગ્રામ સોનાની કિંમતમાં 0.93 ટકા ઘટાડો નોંધાયો છે. આજે બુધવારે (3 નવેમ્બર) સોનું 448 રૂપિયા સસ્તું થયું છે. આજે એટલે કે દિવાળીના એક દિવસ પહેલા જ 10 ગ્રામ સોનાની કિંમત 47,513 રૂપિયા થઈ ગઈ છે. આજે ચાંદીની કિંમત (Silver price today)માં પણ ઘટાડો જોવા મળ્યો છે. આજે ચાંદીની કિંમત 0.04 ટકા ઘટી ગઈ છે. આ સાથે જ એક કિલોગ્રામ ચાંદીની કિંમત 63,200 રૂપિયા થઈ ગઈ છે.

    3,000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું

    તમને જણાવી દઈએ કે ગત વર્ષે દિવાળી પર સોનાની કિંમત 50,625 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. આજે સોનાની કિંમત 47,513 રૂપિયા છે. એટલે કે ગત દિવાળી કરતા આ દિવાળીએ સોનું હજુ 3,000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    એચડીએફસી સિક્યોરિટીઝ (HDFC Security)ના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે (Tapan Patel) જણાવ્યું કે, આજે કૉમેક્સ પર સોનાની કિંમતમાં 0.93 ટકા ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાંથી મળેલા સંકેતને પગલે સોનાની કિંમતમાં ઘટાડો આવ્યો છે. જ્યારે અમેરિકન બૉન્ડ યીલ્ડમાં ઉછાળો અને ડૉલરની મજબૂત માંગને પગલે સોનાની કિંમતમાં ઘટાડો આવ્યો છે.

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: તહેવારોમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? આ પાંચ વાતોનું રાખો ધ્યાન, ફાયદામાં રહેશો

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Diwali 2021, ગોલ્ડ, ચાંદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन