Home /News /business /

Gold Price Today: અઠવાડિયાના પ્રથમ દિવસે જાણો સોના-ચાંદીની કિંમતમાં શું ફેરફાર થયો

Gold Price Today: અઠવાડિયાના પ્રથમ દિવસે જાણો સોના-ચાંદીની કિંમતમાં શું ફેરફાર થયો

સોનાની કિંમત (ફાઇલ તસવીર)

Gold and Silver Rate Today 21 March, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,391 રૂપિયા જોવા મળ્યું હતું.

    નવી દિલ્હી: અઠવાડિયાના પ્રથમ દિવસે સોનાની કિંમત ફ્લેટ (Gold price today) રહી છે. બીજી તરફ ચાંદીની કિંમતમાં થોડો ઉછાળો (Silver price today) નોંધાયો છે. આજે ભારતીય શેર બજાર પણ ફ્લેટ રહ્યા છે. બીજી તરફ ક્રૂડ ઓઇલ (Crude oil price)ની કિંમતમાં ફરીથી ઉછાળો જોવામાં આવ્યો છે. સોમવારે સવારે એમસીએક્સ (MCX) પર સોનું 0.11 ટકા ઘટીને અને ચાંદી 0.21 ટકા વધીને ટ્રેડ કરી રહ્યા હતા. રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ (Russia Ukraine conflict) ઓછો થવાની સાથે જ સોનામાં નરમાઈ જોવા મળી રહી છે. બીજી તરફ બજાર નિષ્ણાતો સોનું 54 હજાર રૂપિયા સુધી પહોંચશે તેવું અનુમાન લગાવી રહ્યા હતા.

    સોના-ચાંદીની કિંમત (Gold silver price)


    આજે સવારે 9:40 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 0.11 ટકા એટલે કે 56 રૂપિયા ઘટીને 51,391 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.21 ટકા એટલે કે 144 રૂપિયા વધીને 68,020 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું.

    સોના-ચાંદીની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,391 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,809 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત


    રોઇટર્સના જણાવ્યા પ્રમાણે સોમવારે સોનાની કિંમતમાં ફેરફાર જોવા મળ્યો ન હતો. તાજા રિપોર્ટ પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સોનું આજે $1,921.80 પ્રતિ ઔંસ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. ગત અઠવાડિયે સોનું $1,894.70 પ્રતિ ઔંસની સપાટીએ પહોંચ્યું હતું, જે 28 ફેબ્રુઆરી બાદ સૌથી નીચલી સપાટી હતી. યૂએસ ફ્યુચર ગોલ્ડમાં 0.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જે $1,923.90 પ્રતિ ઔંસ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹48,050₹52,420
    મુંબઈ₹47,300₹51,600
    દિલ્હી₹47,300₹51,600
    કોલકાતા₹47,300₹51,600
    બેંગલુરુ₹47,300₹51,600
    હૈદરાબાદ₹47,300₹51,600
    કેરળ₹47,300₹51,600
    પુણે₹47,400₹51,700
    વડોદરા₹47,380₹51,680
    અમદાવાદ₹47,350₹51,650
    જયપુર₹47,450₹51,750
    લખનઉ₹47,450₹51,750
    કોઈમ્બતુર₹48,050₹52,420
    મદુરાઈ₹48,050₹52,420
    વિજયવાડા₹47,300₹51,600
    પટના₹47,400₹51,700
    નાગપુર₹47,380₹51,680
    ચંદીગઢ₹47,450₹51,750
    સુરત₹47,350₹51,650
    ભુવનેશ્વર₹47,300₹51,600
    મેંગલોર₹47,300₹51,600
    વિશાખાપટ્ટનમ₹47,300₹51,600
    નાશિક₹47,400₹51,700
    મૈસુર₹47,300₹51,600

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: આ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને બની શકો છો કરોડપતિ 

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: NPS એકાઉન્ટમાં ફંડ મેનેજર અને રોકાણની પેટર્ન કેવી રીતે બદલી શકાય?

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર