Home /News /business /

Gold Rate Today: સોનાની કિંમતમાં આજે પણ ઘટાડો; હજુ પણ 3,522 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક

Gold Rate Today: સોનાની કિંમતમાં આજે પણ ઘટાડો; હજુ પણ 3,522 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક

સોનાની કિંમત

Gold and Silver Rate Today 14 March, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,678 રૂપિયા જોવા મળ્યું હતું.

    નવી દિલ્હી: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધને પગલે કોમોડિટીના ભાવ ખૂબ વધી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી સોના અને ચાંદીની કિંતતમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, આજે સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. ગત અઠવાડિયાઓમાં એમસીએક્સ પર સોનું 55 હજારને પાર થઈ ગયું હતું ત્યારે હવે સોનું 52,500 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. ચાંદી આજે 70,000 રૂપિયા
    આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. બજાર નિષ્ણાતો પહેલા જ અનુમાન લગાવી રહ્યા હતા કે સોનું 54,000 રૂપિયાને પાર જઈ શકે છે.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver Price)


    આજે સવારે 10:15 વાગ્યે મલ્ટી કોમોટિડી એક્સચેન્જ પર સોનું 200 રૂપિયા એટલે કે 0.38 ટકા ઘટીને 52,678 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.67 ટકા એટલે કે 470 રૂપિયા ઘટીને 69,900 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું છે.

    સોના-ચાંદીની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,678 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 3,522 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹48,850₹53,290
    મુંબઈ₹48,100₹52,470
    દિલ્હી₹48,100₹52,470
    કોલકાતા₹48,100₹52,470
    બેંગલુરુ₹48,100₹52,470
    હૈદરાબાદ₹48,100₹52,470
    કેરળ₹48,100₹52,470
    પુણે₹48,200₹52,570
    વડોદરા₹48,180₹52,540
    અમદાવાદ₹48,160₹52,530
    જયપુર₹48,250₹52,620
    લખનઉ₹48,250₹52,620
    કોઈમ્બતુર₹48,850₹53,290
    મદુરાઈ₹48,850₹53,290
    વિજયવાડા₹48,100₹52,470
    પટના₹48,200₹52,570
    નાગપુર₹48,180₹52,540
    ચંદીગઢ₹48,250₹52,620
    સુરત₹48,160₹52,530
    ભુવનેશ્વર₹48,100₹52,470
    મેંગલોર₹48,100₹52,470
    વિશાખાપટ્ટનમ₹48,100₹52,470
    નાશિક₹48,200₹52,570
    મૈસુર₹48,100₹52,470

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: 31 માર્ચ પહેલા પૂર્ણ કરો આ કામ, ફાયદામાં રહેશો

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: કમાણીના શેર (14 માર્ચ) : આજે આ 20 શેરમાં કરો મોટી કમાણી

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર