Gold Silver Price: સોનું ઓલટાઇમ હાઇથી 9,900 રૂપિયા સસ્તું ખરીદવાની તક, જાણો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. (પ્રતીકાત્મક તસવીર)

Gold-Silver Price Today: શું ફેસ્ટિવ સીઝન પહેલા વધુ સસ્તું થશે સોનું કે અત્યારે જ ખરીદી કરવી યોગ્ય? જાણો શું કહે છે એક્સપર્ટ

  • Share this:
    Gold-Silver Rates, 04 October 2021: સપ્તાહના પ્રથમ દિવસે સોનાના કારોબાર ફ્લેટ જોવા મળી રહ્યો છે, જ્યારે ચાંદીમાં હકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોમવાર સવારે 10:20 વાગ્યે સોનું વાયદો (Gold Price Today) 0.01 ટકાના સામાન્ય ઘટાડાની સાથે 46,283 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદી વાયદામાં (Silver Price Today) 0.29 ટકા એટલે કે 173 રૂપિયાનો ઉછાળો જોવા મળતાં ભાવ 60,723 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો.

    સોનું રેકોર્ડ હાઈથી 9,900 રૂપિયા સસ્તું થયું સોનું

    ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. આજે સોનું વાયદો 46,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે, એટલે કે હજુ પણ લગભગ 9,900 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    શું ફેસ્ટિવ સીઝન પહેલા વધુ સસ્તું થશે સોનું કે અત્યારે જ ખરીદી કરવી યોગ્ય?

    કોમોડિટી માર્કેટના જાણકારોનું કહેવું છે કે ડૉલર અને બોન્ડ પર મળનારા વ્યાજમાં તેજીના કારે સોનાની કિંમત પર દબાણ ઊભું થયું છે. હાલમાં એવું લાગે છે કે સોનાની કિંમત પર દબાણ ચાલુ રહેશે. જોકે, કાચા તેલના ભાવમાં તેજીના કારણે દુનિયામાં મોંઘવારી દરમાં વધારો થશે. એવામાં ફરીથી સોનાની ડિમાન્ડમાં તેજી આવશે અને કિંમતમાં ઉછાળો શક્ય છે. એવામાં ઓક્ટોબરના ત્રીજા સપ્તાહથી સોનાની કિંમતમાં તેજીનો ટ્રેડ ફરીથી શરૂ થઈ શકે છે. ફેસ્ટિવ સીઝન નજીક આવવાના કારણે પણ ડિમાન્ડમાં તેજી આવશે અને કિંમતમાં વધારાની શક્યતા જોવા મળી રહી છે.

    ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ (Gold & Silver Rates in Gujarat)

    ગુડ રિટર્ન્સ (Good Returns) વેબસાઇટ મુજબ, સોમવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad Gold Price) 47,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.  આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat Gold Price) 47,430 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara Gold Price) 47,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 60,500 રૂપિયા છે.

    આ પણ વાંચો, Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, ગુજરાતના ચાર શહેરોના જાણો લેટેસ્ટ રેટ્સ

    Goldનો ભાવ મિસ્ડ કોલ કરીને જાણો

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, LIC પોલિસીધારકો માટે કામના સમાચાર, આ રીતે અપડેટ કરો પોતાની ડિટેલ્સ, મોબાઇલ પર મળશે તમામ જાણકારી

    સોનાની શુદ્ધતા આવી રીતે ચેક કરો

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા (Gold Purity) જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: