ખુશખબર! નવરાત્રીના પહેલા દિવસે સોનાની કિંમતમાં ઘટાડો, આજે 9,300 રૂપિયા સસ્તું મળી રહ્યું છે ગોલ્ડ

સોનાની કિંમતમાં સતત ઘટાડો (પ્રતીકાત્મક તસવીર )

Gold Silver Price Today: નવરાત્રીના પાવન તહેવારમાં જો સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સુવર્ણ તક ચૂકશો નહીં

  • Share this:
    Gold-Silver Latest Price, 07 October 2021: આજથી નવરાત્રીનું (Navratri 2021) પાવન પર્વ શરૂ થઈ ગયું છે. આ તહેવારની સીઝનમાં (Festival time) જો તમે સોનું (Gold) ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આપના માટે મોટી ખુશખબર છે. આજે ગુરૂવારે (7 ઓક્ટોબર) સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોનાની કિંમત (Gold Price Today) 82 રૂપિયા એટલે કે 0.17 ટકા ઘટી ગઈ છે. આજે સોનું 46,825 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ગયા વર્ષની તુલનામાં સોનું 9,300 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    ચાંદી થઈ મોંઘી

    ચાંદીની કિંમતની (Silver Price Today) વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં 37 રૂપિયા એટલે કે 0.06 ટકાનો સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. તેની સાથે જ ચાંદી 61,040 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહી છે.

    ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, ભારતમાં ગુરુવારે સોનું (24 કેરેટ) 46,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું છે. ચાંદી કાલના કારોબારના ભાવથી 100 રૂપિયાની તેજીની સાથે 60,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેચાઇ રહ્યું છે. નવી દિલ્હી અને મુંબઈમાં 10 ગ્રામ 22 કેરેટ સોનું 45,750 રૂપિયા અને 45,680 રૂપિયા પર વેચાઈ રહ્યું છે. વેબસાઇટ મુજબ, ચેન્નઇમાં સોનું 43,920 રૂપિયે વેચાઈ રહ્યું છે. દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું 49,910 રૂપિયા અને મુંબઈમાં 46,680 રુપિયામાં વેચાઈ રહ્યું છે. ચેન્નઈમાં આજે સવારે સોનું 47,910 રુપિયે છે. કોલકાતામાં તેની કિંમત 48,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ (Gold & Silver Rates in Gujarat)

    Good Returns વેબસાઇટ મુજબ, ગુરૂવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad Gold Price) 47,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat Gold Price) 47,740 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara Gold Price) 47,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 61,000 રૂપિયા છે.

    આ પણ વાંચો, Petrol Diesel Price Today: IOCLએ આજે ફરી વધાર્યા પેટ્રોલ-ડીઝલના રેટ, ફટાફટ ચેક કરો 1 લીટરનો ભાવ

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, Forbes India Rich List 2021: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 14મા વર્ષે સૌથી અમીર ભારતીય

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: