Home /News /business /Gold Price: આખું અઠવાડિયું સોનાનો ભાવ રહ્યો નીચો, ચાંદીની ચમક પણ ઘટી

Gold Price: આખું અઠવાડિયું સોનાનો ભાવ રહ્યો નીચો, ચાંદીની ચમક પણ ઘટી

સોનાના ભાવમાં આવશે ધટાડો

Gold Silver Price: માર્ચમાં લગ્નની સિઝન હોતી નથી. તેની અસર છેલ્લા કારોબારી સપ્તાહમાં સોના (Gold) અને ચાંદીનાં ભાવ (Silver) પર પણ જોવા મળી હતી. IBJA દ્વારા પ્રસિદ્ધ કરાયેલા ડેટા અનુસાર, છેલ્લા બિઝનેસ સપ્તાહમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 1,100થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.

વધુ જુઓ ...
    માર્ચના બીજા બિઝનેસ સપ્તાહમાં સોના અને ચાંદીના ભાવમાં (Gold and Silver Rate) ઘટાડો જોવા મળ્યો હતો. યુપી સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો અને માર્ચમાં લગ્નની મોસમની ગેરહાજરીને કારણે સ્થાનિક શેરબજારમાં આવેલી રિકવરીને કારણે 7-11 માર્ચના બિઝનેસ સપ્તાહમાં સોનાનાં ભાવ (Gold Price)ચાંદીના ભાવમાં (Silver Price)ઘટાડો થયો હતો. .

    સોનાના દરમાં ઘટાડો (Gold Rate Slashed)

    -7 માર્ચ, 2022: સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં 24 કેરેટ સોનાની કિંમત (Gold Rate Down) 53,595 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.
    -8 માર્ચ, 2022: મંગળવારે સોનાની કિંમત 47 રૂપિયા ઘટીને 53,548 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ.
    -9 માર્ચ, 2022: બુધવારે સોનાની કિંમતમાં 407 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે બુલિયન માર્કેટ બંધ થવાના સમયે 24 કેરેટ સોનાની કિંમત 53,141 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી હતી.
    -10 માર્ચ, 2022: ગુરુવારે ચૂંટણીના પરિણામો જાહેર થયા. આ દિવસે પણ 10 ગ્રામ સોનાની કિંમતમાં 261 રૂપિયાનો તૂટ્યો હતો. આ રીતે 10 માર્ચે સોનાની કિંમત 52,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી હતી.
    -11 માર્ચ, 2022: સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનાની કિંમત 418 રૂપિયા ઘટીને 52,462 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ.

    ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઈટ પર ઉપલબ્ધ આ આંકડાઓ અનુસાર, 7-11 માર્ચ, 2022ના બિઝનેસ સપ્તાહમાં સોનું 10 ગ્રામ દીઠ રૂ. 1,133 સસ્તું થયું છે.

    આ પણ વાંચો-બે વર્ષમાં આ સ્ટોક્સે આપ્યું 1000% રિટર્ન, રૂ. 1 લાખનું રોકાણ બન્યું 11 લાખ રૂપિયા

    ચાંદીનાં ભાવમાં આવ્યો ઘટાડો (Silver Price Down)

    -7 માર્ચ, 2022: સોમવારે બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત 70,580 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.
    -8 માર્ચ, 2022: સપ્તાહના બીજા ટ્રેડિંગ સેશનમાં, ચાંદીના ભાવમાં કિલો દીઠ રૂ. 310નો વધારો જોવા મળ્યો. આના કારણે હાજર બજારમાં ચાંદીની કિંમત વધીને રૂ.70,890 પ્રતિ કિલો થઈ ગઈ હતી.
    -9 માર્ચ, 2022: સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ સેશનમાં, ચાંદીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 56નો થોડો ઘટાડો થયો હતો. આ કારણે હાજર બજારમાં ચાંદીની કિંમત ઘટીને 70,834 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
    -10 માર્ચ, 2022: ગુરુવારે ચાંદીની કિંમત રૂ. 1,019 ઘટીને રૂ. 69,815 પ્રતિ કિલો થઈ ગઈ.
    -11 માર્ચ, 2022: સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 102નો ઘટાડો નોંધાયો હતો. આના કારણે હાજર બજારમાં ચાંદીની કિંમત 69,713 રૂપિયા પ્રતિ કિલો પર રહી.

    આ પણ વાંચો-હવે ઝડપથી અમીર બનશો, માત્ર 10 રૂપિયાનું દૈનિક રોકાણ તમને બનાવી દેશે લખપતિ

    આ રીતે કારોબારી સપ્તાહમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 867નો તૂટતો જોવા મળ્યો હતો. આ આંકડા ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા પર આધારિત છે
    Published by:Margi Pandya
    First published:

    Tags: Gold price, Gold Price down, Silver price

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन