Gold-Silver price: વર્ષના અંત સુધીમાં MCX પર સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂ. 51,000 થઈ શકે છે અને ચાંદીની કિંમત પ્રતિ કિલો રૂ. 72,000થી રૂ. 74,000 થઈ શકે છે.
મુંબઈ: MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 49,000 યથાવત હતો, ત્યારબાદ સોનું 9 મહિનાના સમયગાળામાં ગુરુવારે સૌથી ઊંચી રૂ.49,292ની સપાટીએ પહોંચી ગયું હતું. શુક્રવારે સોનાની કિંમતમાં 0.26 ટકા વધારો થતાં, સોનાનો બંધ ભાવ રૂ. 49,346 રહ્યો હતો. સાથે જ ચાંદીની કિંમતમાં 0.27 ટકાનો વધારો થતા MCX પર ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ રૂ. 67,148 થઈ ગઈ છે.
ભાવ ક્યાં સુધી પહોંચી શકે?
કોમોડિટી બજારના નિષ્ણાતો અનુસાર, વર્ષના અંત સુધીમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી આવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક ફુગાવો વધી રહ્યો છે અને સોના-ચાંદીનો ઔદ્યોગિક વપરાશ પણ વધી રહ્યો છે. આ કારણોસર 2021ના અંત સુધીમાં સોના-ચાંદીની કિંમતમાં સતત વધારો થવાની શક્યતા છે. આ વર્ષના અંત સુધીમાં MCX પર સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂ. 51,000 થઈ શકે છે અને ચાંદીની કિંમત પ્રતિ કિલો રૂ. 72,000થી રૂ. 74,000 થઈ શકે છે.
વર્ષના અંત સુધીમાં ભાવની આગાહી
મિન્ટના જણાવ્યા પ્રમાણે IIFL સિક્યોરિટીઝના કોમોડિટી એન્ડ કરન્સી ટ્રેડના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તા (Anuj Gupta)એ સોનાના ભાવ અંગે જણાવ્યું હતું કે, "વૈશ્વિક ફુગાવો, વીક US ડેટા, સોના અને ચાંદીની વધતી ઔદ્યોગિક માંગ અને બુલિયન માટેના રોકાણની માંગને કારણે સોનાના ભાવ વધી રહ્યા છે. MCX પર આ વર્ષના અંત સુધીમાં સોનાના ભાવમાં તેજી આવવાની શક્યતા છે. આ વર્ષના અંત સુધીમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત રૂ. 50,000થી રૂ. 51,000 સુધી થઈ શકે છે અને ચાંદીનો ભાવ પ્રતિ કિગ્રા રૂ. 72,000થી રૂ. 74,000 થઈ શકે છે.
પ્રોફિસિયન્ટ ઈક્વિટીઝ લિમિટેડના ફાઉન્ડર અને ડાયરેક્ટર મનોજ દાલમિયાએ જણાવ્યું હતું કે, સોનાએ 1835 ડોલર પ્રતિ ઔંસ ઉપરત બ્રેકઆઉટ આપ્યું છે, જે 2021માં સોનાના ભાવમાં સૌથી વધુ વધારો છે.
મનોજ દાલમિયાએ જણાવ્યું કે, MACD-હિસ્ટોગ્રામ સાથે ઓસિલેટર MACD એ ખરીદીના સિગ્નલ જનરેટ કર્યા છે. RSIએ જૂન બાદનું સૌથી ઉચ્ચ મૂલ્ય મેળવ્યું છે. આ કારણોસર ડિસેમ્બરના અંત સુધીમાં સોના અને ચાંદીની કિંમતો ઉચ્ચ સ્તર પર પહોંચી શકે છે.
આ કારણે વધી શકે છે ભાવ
સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડના કોમોડિટી એન્ડ કરન્સીના હેડ અભિષેક ચૌહાણે જણાવ્યું કે, ફુગાવાને કારણે સોના અને ચાંદીના રોકાણમાં વધારો થઈ શકે છે. કોવિડ 19ની શરૂઆત થઈ ત્યારથી વૈશ્વિક ફુગાવામાં વધારો થઈ રહ્યો છે. ક્રુડ ઓઈલ, ગેસ અને ફૂડની વધતી કિંમતોને કારણે ઓક્ટોબરમાં ગયા વર્ષની સરખામણીએ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં 6.2 ટકાનો વધારો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અનાજ, ખાદ્યતેલ, મેટલ અને વીજ પુરવઠા સહિત આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાને કારણે વૈશ્વિક ફુગાવામાં વધારો થઈ રહ્યો છે. ઓછા સમયમાં આ સમસ્યા દૂર થઈ શકે તેમ નથી.
US CPI ડેટા અનુસાર, માલ સામાન પર ગ્રાહકોના ખર્ચમાં 4.6 ટકા સુધીનો વધારો થયો છે. USAમાં વર્ષ 1990માં અત્યારસુધીમાં ફુગાવાનું સૌથી ઉચ્ચ સ્તર જોવા મળ્યું છે. વૈશ્વિક ફુગાવાને કારણે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 49,000ને પાર કરી ગયો છે અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ .67,000 પર પહોંચી ગયો છે.
સોનાની શુદ્ધતાના માપદંડ
24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર