નવી દિલ્હી : જો તમે સોનુ ખરીદવાનું વિચારી રહ્યા છો તો સોનુ ખરીદી લો. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં ઘટાડો થતા હાલમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 47000-48000 ચાલી રહ્યો છે. ગયા વર્ષ કરતા આ વર્ષે સોનુ રૂ. 9000 જેટલું સસ્તું છે. આગામી સપ્તાહમાં સોનાનો ભાવ વધી શકે છે. બુલિયન માર્કેટના નિષ્ણાંતો જણાવે છે કે ફરી એક વાર સોનાના ભાવ વધી શકે છે જેથી અત્યારે જ સોનુ ખરીદી લેવું. જો તમે અત્યારે સોનામાં રોકાણ કરશો તો દિવાળી સુધીમાં તમને તેનો ફાયદો થઈ શકે છે.
નિષ્ણાંતોની સલાહ
IIFL સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડેન્ટ (કોમોડિટી એન્ડ કરન્સી) અનુજ ગુપ્તાએ કેટલીક જાણકારી આપી છે. અનુજ ગુપ્તા અનુસાર સોનાના ભાવને લઈને નિષ્ણાંતોની સલાહ માનવામાં આવે તો યલો મેટલની કિંમતમાં ઘટાડો થયો તે માટે આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ પરિબળો જવાબદાર છે. સામાન્ય રીતે જુલાઈ મહિનામાં લગ્નની સિઝન ના હોવાના કારણે જુલાઈ મહિનામાં સોની બજારમાં સુસ્તી જોવા મળે છે. આ કારણોસર સોનાની માંગમાં ઘટાડો થાય છે. બજારના જાણકારોનું માનવામાં આવે તો જુલાઈ મહિનામાં અત્યારે રોકાણ કરવાથી તે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સમગ્ર વિશ્વમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં આ વેરિએન્ટને કારણે ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી સમયમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસમાં સતત વધારો થશે તો સમગ્ર વિશ્વના શેર બજાર પર તેની અસર થશે. આ પરિસ્થિતિને કારણે શેરબજારમાં મંદી જોવા મળશે. રોકાણકાર સોનામાં સુરક્ષિત રીતે રોકાણ કરી શકે છે. આ કારણોસર, જાણકારો કહે છે કે દિવાળી સુધીમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.52,000 થઈ શકે છે.
જો અત્યારે તમે સોનુ ખરીદવાનું વિચારી રહ્યા છો તો અત્યારે સોનુ ખરીદી લેવું જોઈએ. આગામી સમયમાં સોનાના ભાવ વધી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર