Home /News /business /Gold Loan : જાણો કઇ બેંક સૌથી ઓછા વ્યાજ દરે આપી રહી છે લોન, અહીં સમજો આખું ગણિત

Gold Loan : જાણો કઇ બેંક સૌથી ઓછા વ્યાજ દરે આપી રહી છે લોન, અહીં સમજો આખું ગણિત

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

ગોલ્ડ લોનમાં બેંક તમારા ઘરેણાં ગેરંટી તરીકે રાખે છે. આ લોન પૂર્ણ થાય ત્યાં સુધી હોય છે. અર્થ એ છે કે લોન ચૂકવ્યા પછી ઘરેણા લઈ જઇ શકાય છે. બદલામાં, બેંક તમારી પાસેથી વ્યાજ દર વસૂલે છે.

ગોલ્ડ લોન (Gold Loan) એ એક એવું માધ્યમ છે જેના દ્વારા આપણે જરૂરિયાતના સમયે સસ્તા દરે લોન સરળતાથી મેળવી શકીએ છીએ. ઘણી વખત મુશ્કેલ સમયમાં આપણને તરત જ પૈસાની જરૂર પડે છે, આવા સમય માટે આ એક સારો વિકલ્પ છે. લગભગ તમામ બેંકો અને નાણાકીય સંસ્થાઓ ગોલ્ડ લોન એટલે કે સોના સામે લોન આપે છે. આ લોન ત્વરિત વિતરણ અને આકર્ષક વ્યાજ દરો સાથે આવે છે. આજે આપણે એવી બેંકોની ચર્ચા કરીશું જે ઓછા વ્યાજ દરે ગોલ્ડ લોન ઓફર કરે છે.

ગોલ્ડ લોનમાં બેંક તમારા ઘરેણાં ગેરંટી તરીકે રાખે છે. તેને લોનની અવધી સુધી રાખવામાં આવે છે તેનો અર્થ એ છે કે લોન ચૂકવ્યા પછી ઘરેણા ઘરે લઇ જઇ શકાય છે. બદલામાં, બેંક તમારી પાસેથી વ્યાજ દર વસૂલે છે. અન્ય લોન સાથે માત્ર એટલો જ તફાવત છે કે તેનું વ્યાજ પણ ઓછું છે અને આ સિવાય કોઈ ગેરંટી નથી. જલદી તમે લોનની સંપૂર્ણ ચુકવણી કરશો, બેંક તમને તમારા દાગીના પરત કરશે.

આ પણ વાંચો -Gainers and Losers: શરૂઆતના ઉછાળા પછી બજારમાં હતો વેચાણનો માહોલ, ગઇકાલે આ શેરોમાં હતી સૌથી મોટી મુવમેન્ટ

પીએનબી


આ બેંક ગોલ્ડ લોન પર 7 ટકાથી 7.50 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.

બેંક ઓફ મહારાષ્ટ્ર


તે 7 ટકાના વ્યાજ દરે ગોલ્ડ લોન ઓફર કરે છે. પ્રોસેસિંગ ફી GST સહિત રૂ. 500 થી રૂ. 2000ની રેન્જમાં હશે.

કેનેરા બેંક


આ બેંક હાલમાં 7.35 ટકાના વ્યાજ દરે લોન આપી રહી છે. પ્રોસેસિંગ ફી રૂ. 500 થી રૂ. 5000 સુધીની છે.

યુનિયન બેંક


આ બેંક તમને 7.25 ટકાથી 8.25 ટકાના વ્યાજ દરે લોન આપશે. તેની પ્રોસેસિંગ ફી વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

પંજાબ એન્ડ સિંધ બેંક


આ બેંક 7 ટકાથી 7.50 ટકાના વ્યાજ દરે 500 રૂપિયાથી લઈને વધુમાં વધુ 10,000 રૂપિયા સુધીની પ્રોસેસિંગ ફી સાથે લોન આપે છે.

આ પણ વાંચો -Stock Market : આજે પણ સેન્સેક્સ અને નિફ્ટી તૂટવાની શક્યતા, આ પરિબળો કરી શકે છે અસર

એસબીઆઈ


આ બેંક 3 વર્ષની મુદત માટે 50 લાખ રૂપિયા સુધીની લોનની રકમ સાથે વાર્ષિક 7.30 ટકાના વ્યાજ દરે લોન આપે છે. પ્રોસેસિંગ ફી લોનની રકમના 0.50 ટકા ઉપરાંત જીએસટી સાથે લઘુત્તમ રૂ. 500 છે.
First published:

Tags: Gold loan, Interest Rate

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો