દેવ આશિષ: છેલ્લા કેટલાક મહિનાથી સોનાની કિંમત (Gold price)માં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં સોનાની કિંમતમાં 21 ટકા ઘટાડો થયો છે. સોનાની કિંમતમાં ઘટાડાનું કારણ જાણી શકાયું નથી. અન્ય કરન્સીની સરખામણીમાં અમેરિકી ડોલર (US Dollar) ટોપ પર રહ્યો છે. લોકડાઉન (lockdown) સમાપ્ત થતા તેની અસર શેરબજારમાં જોવા મળી રહી છે. તથા આ પ્રકારના કારણોસર કદાચ સોનાની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે.
શું સોનાની કિંમતમાં 20 ટકા ઘટાડા બાદ સોનાની કિંમતમાં ઘટાડો થઈ શકે છે?
રોકાણ કરતા અથવા સોનું ખરીદતા પહેલા તમારે તમારે તે અંગેની સમજણ મેળવવાની આવશ્યકતા છે. સોનાની કિંમતો માંગ અને પુરવઠા પર તથા જિઓપોલિટિકલ ઘટનાઓ પર આધાર રાખે છે. જે માંગ અને પુરવઠાને અસર કરે છે. સોનું અન્ય સંપત્તિ કરતા અલગ છે, જે રોકડ અથવા આંતરિક મૂલ્ય પર આધારિત હોઈ શકે છે. જે સોનાની કિંમત ક્યારેક સ્થિર રહે છે તો ક્યારેક તેના ભાવમાં અચાનક ઉછાળો આવે છે તથા અસ્થિર સંપત્તિ તરીકે કાર્ય કરે છે. તો સવાલ એ છે કે શું 20 ટકા ભાવ ઘટ્યા પછી શું હજુ વધારે ભાવ ઘટી શકે છે? આવું શક્ય છે, પરંતુ આવું થશે જ એ કહેવું મુશ્કેલ છે. પરંતુ સોનામાં રોકાણ વધારવું જોઈએ અથવા સોનું ખરીદવું જોઈએ તે પહેલા કેટલીક વાત જાણી લો.
>> સામાન્ય રીતે લાંબાગાળાનો રોકાણ માટે સોના માટે 5 થી 15 ટકાની ફાળવણી યોગ્ય છે. સોનું એ તમારી મૂળ સંપત્તિ ન હોવી જોઈએ.
>> સામાન્ય રોકાણકારોએ સોનાને યોગ્ય ફાળવણીના ભાગરૂપે નાના ભાગરૂપે જોવું જોઈએ. જે તમારી સંપત્તિના સ્તરમાં અલગ સ્તરે વધારો કરે છે.
સોનાની 5 થી 15 ટકા ફાળવણી કેવી રીતે થઈ શકે?
>> અચાનાક સોનામાં રોકાણ કરવાથી તમને કદાચ જોખમ રહે છે. તેથી જ્યારે સોનાના ભાવમાં ઘટાડો થાય ત્યારે સોનામાં રોકાણ કરો.
>> સોવરેન ગોલ્ડ બોન્ડ (SGBs) અને ગોલ્ડ ETS એક અલગ વિશેષતા ધરાવે છે. તમે SGBs અને ગોલ્ડ ETF બંનેમાં રોકાણ કરી શકો છો.
>> SGBs સોનાની કિંમત સાથે 2.5 ટકા વ્યાજ પ્રદાન કરે છે. તથા સોનાના બોન્ડમાં તે મેચ્યોર થવા પર કોઈ વધુ લાભ મળતો નથી અને તેની સમય અવધિ પણ વધુ રહે છે. પરંતુ જ્યારે તેની લિક્વિડીટીની વાત કરવામાં આવે તો ગોલ્ડ ETFs વધુ યોગ્ય છે.
>> જો તમે લાંબાગાળની સમય અવધિ માટે સોનામાં રોકાણ કરો છો અને 7-8 વર્ષ પહેલા વેચવાની કોઈ યોજના નથી તો ગોલ્ડ બોન્ડ એક યોગ્ય વિકલ્પ છે.
>> જો તમે ઓછા સમયમાં વધુ નફો મેળવવા માટે નિયમિતરૂપે સોનુ ખરીદવા અથવા વેચવા ઈચ્છો છો તો લિક્વિડીટી જરૂરી છે. તે માટે ગોલ્ડ ETFsમાં રોકાણ કરવું યોગ્ય છે.
>> જો તમે ઉપર દર્શાવેલ પ્રકારે રોકાણ કરવા ઈચ્છો છો તો યોગ્ય રીતે સોનાની ફાળવણી કરીને બોન્ડ અને ETFsમાં રોકાણ કરવું જોઈએ. આ રીતે તમે બંને સ્ત્રોતમાં યોગ્ય રીતે રોકાણ કરી શકો છો.
>> જો તમારા પોર્ટફોલિયો માટે 5 થી 15 ટકાની સરખામણીમાં સોનાની ફાળવણી ઓછી છે, તો અત્યારે સોનાના ભાવમાં ઘટાડો તમારા પોર્ટફોલિયોમાં સોનાની ફાળવણી માટે એક યોગ્ય સ્ત્રોત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર