Home /News /business /Gold Silver Price Today: શું આજે જ સોનું બનાવશે રેકોર્ડ હાઈ? આવી આગઝરતી તેજી

Gold Silver Price Today: શું આજે જ સોનું બનાવશે રેકોર્ડ હાઈ? આવી આગઝરતી તેજી

સોનું નવા રેકોર્ડ હાઈ તરફ દોડ્યું

Gold Silver Price Today 10th January: આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુ-23ના વાયદાનું સોનું 0.25 ટકા વધીને ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 56,465 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ માર્ચ-23ના વાયદાનું ચાંદી 0.76 ટકા વધીને 69,956 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાં સતત ઉતાર ચઢાવના સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોના ચાંદીએ પણ ક્યારેક તેજી તો ક્યારેક મંદીની ચાલ પકડી છે.આજે સવારના કારોબારમાં સોના અને ચાંદી બંનેમાં તેજી જોવા મળી રહી છે. આજે પણ શરુઆતના કારોબારમાં સોનામાં આગ ઝરતી તેજી છે.આજે સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.25 ટકાના વધારા સાથે 56,465 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.76 ટકા વધીને 69,956 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક નેગેટિવ સંકેતો વચ્ચે પણ સોનામાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. જોકે આજના ઉછાળા સાથે પણ સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)ની ઘણી નજીક પહોંચી ગયું છે, પરંતુ તેના કરતાં તો સસ્તું જ મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ મોકો છે.

    આ પણ વાંચોઃ Budget 2023: 'હું પણ મિડલ ક્લાસથી આવું છું, તેમનો ભાર સમજું છું' શું આ રાહતના સંકેત છે?

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું 0.25 ટકાના વધારા સાથે 56,465 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી 0.76 ટકાના વધારા સાથે 69,956 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 56,465 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું રેકોર્ડ કિંમતથી ફક્ત 726 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ આ શેરમાં રોકાણકારોને મોજા હી મોજા! બે દિવસમાં 43 હજાર રુપિયાનો ફાયદો

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹53,170₹58,000
    Mumbai₹52,200₹56,950
    Delhi₹52,350₹57,100
    Kolkata₹52,200₹56,950
    Bangalore₹52,250₹57,000
    Hyderabad₹52,200₹56,950
    Kerala₹52,200₹56,950
    Pune₹52,200₹56,950
    Vadodara₹52,250₹57,000
    Ahmedabad₹52,250₹57,000
    Jaipur₹52,350₹57,100
    Lucknow₹52,350₹57,100
    Coimbatore₹53,170₹58,000
    Madurai₹53,170₹58,000
    Vijayawada₹52,200₹56,950
    Patna₹52,250₹57,000
    Nagpur₹52,200₹56,950
    Chandigarh₹52,350₹57,100
    Surat₹52,250₹57,000
    Bhubaneswar₹52,200₹56,950
    Mangalore₹52,250₹57,000
    Visakhapatnam₹52,200₹56,950
    Nashik₹52,230₹56,980
    Mysore₹52,250₹57,000

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ 6 દિવસની ટ્રેનિંગ અને જીવન બદલાઈ ગયું, હવે આ ખેતીથી કરે છે લાખોની કમાણી

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन