સોના ઉપર મળી રહ્યું છે પાછલા 5 મહિનાનું સૌથી વધારે ડિસ્કાઉન્ટ, તમારી પાસે છે મોકો

સોના ઉપર મળી રહ્યું છે પાછલા 5 મહિનાનું સૌથી વધારે ડિસ્કાઉન્ટ, તમારી પાસે છે મોકો
પ્રતિકાત્મક તસવીર

એક રિપોર્ટ પ્રમાણે આ ડિસ્કાઉન્ટ એટલા માટે આપવામાં આવી રહ્યું છે જેથી જૂનો સ્ટોક ખતમ થઈ શકે.

 • Share this:
  નવી દિલ્હીઃ સ્થાનિક બજારમાં માંગ ઓછી હોવાના કારણે ગોલ્ડ ડિલર્સને (Gold Dealers) સોનાના ભાવમાં બારે ડિસ્કાઉન્ટ આપવું પડી રહ્યું છે. ભારતમાં સોના ઉપર ડિસ્કાઉન્ટ (Discount on Gold) આશરે 43 ડોલર પ્રતિ ઔંસ રહ્યું છે. જોકે, છેલ્લા 5 મહિનામાં સોના ઉપર મળનાર સૌથી વધારે ડિસ્કાઉન્ટ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના એક રિપોર્ટ પ્રમાણે આ ડિસ્કાઉન્ટ એટલા માટે આપવામાં આવી રહ્યું છે જેથી જૂનો સ્ટોક ખતમ થઈ શકે. ભારતમાં સોના ઉપર 12.5 ટકા આયાત શુલ્ક અને ત્રણ ટકા જીએસટી આપવામાં આવે છે.

  ઉચ્ચતમ સ્તરથી 5000 રૂપિયા સુધી થયું સસ્તું સોનું


  શુક્રવારે દિલ્હી સરાફા બજારમાં સ્પોટ ગોલ્ડના ભાવમાં ઘાટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે સોનાના ભાવમાં 252 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. ચાંદીના ભાવમાં 652 રૂપિયા પ્રતિ કિલોની તેજી જોવા મળી હતી. જોકે, MCX ઉપર વાયદા બજારમાં બંને કિમતી ધાતુઓના ભાવમાં તેજી જોવા મળી હતી. 7 ઓગસ્ટના 56,000 રૂપિયાની તુલનામાં સોનાનો ભાવ આશરે 5000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઓછો થયો છે. વૈશ્વિક માર્કેટમાં પણ સોનાના ભાવમાં કરેક્શન જોવા મળ્યું હતું. 7 ઓગસ્ટ સુધી સોનાના ભાવમાં 2,051 ડોલર પ્રતિ ઔંસ ઉપર રહ્યું હતું. પરંતુ ત્યારબાદથી ઘટાડો આવ્યો છે.

  ત્યારબાદ આમ છતાં જો 2020ની વાત કરીએ તો છેલ્લા વર્ષથી આ વર્ષે સોનાના ભાવમાં 28 ટકા સુધીની તેજી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારી વચ્ચે દુનિયાભરની કેન્દ્રીય બેન્કો અને સરકારોએ મોટા સ્તર ઉપર નાણાંકિય પ્રોત્સાહનનું એલાન કર્યું છે.

  આ પણ વાંચોઃ-coronaમાં ભ્રષ્ટાચારનો ખુલ્લો ખેલ! ક્વોરન્ટીન સેન્ટરમાં ખરીદાયા રૂ.580એ એક કિલો ટામેટાં

  જાણકારો પ્રમાણે મોંઘવારી અને વ્યાજદરો અંગે ફેડ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં સામે ઈશારો કરે છે. વિશ્વભરમાં એક લાંબા સમય માટે તરલતા રહેલી છે. ત્યારબાદ અનેક કેટેગરીમાં એસેટ ક્લાસમાં તેજી જોવા મળી છે. આમ સોના સહિત અન્ય કિંમતી ધાતુઓ અને કોર્સ ઈક્વિટીઝમાં તેજી ચાલું રહેશે. બીજી તરફ સોનાના ભાવમાં મોટું જોખમ કોરોના વેક્સીન ઉપલબ્ધતા અને સ્ટોક માર્કેટમાં કરેકશન છે.

  આ પણ વાંચોઃ-મોરબીમાં મેઘતાંડવ! માટેલમાં ગાયને બચાવવા જતાં ત્રણ લોકો ડૂબ્યા, ભાવપરમાં ચાર બકરાંના મોત

  આ પણ વાંચોઃ-યુવતી માસીના ઘરે રહેવા ગઈ અને અન્ય યુવતી સાથે થઈ ગયો પ્રેમ, બે વર્ષ બાદ આવ્યો રોમાંચક વળાંક

  ચીનમાં પણ ભારે ડિસ્કાઉન્ટ
  આંતરાષ્ટ્રીય બજારમાં સ્ટોક ગોલ્ડની તુલના જોઈએ તો ચીનમાં ભારે સોનાના ભાવમાં 60થી 70 ડોલર પ્રતિ ઔંસ સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં સૌથી વધારે સોનાી ખપત ભારત અને ચીનમાં થાય છે.

  5117 રૂપિયામાં ખરીદો સોનું
  ભારતની વાત કરીએ તો સરકાર અત્યાર સુધીમાં સસ્તા સોનામાં રોકાણ કરવા અંગે વધુ તક આપી રહી છે. ચાલુ વર્ષ માટે સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond) છઠ્ઠા ટ્રાંચ માટે સોમવારે સબ્સક્રિપ્શન ખોલવામાં આવશે. આ ગોલ્ડ બોન્ડને ભારતીય રિઝર્બ બેન્ક (Reserve bank of India) કેન્દ્ર સરકાર તરફથી રજૂ કરશે. આ વખથે આરબીઆઈ ગોલ્ડ બોન્ડનો નવો ભા 5117 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે. 4 સપ્ટેમ્બરે આ સબ્સક્રિપ્શન બંધ થશે.
  Published by:ankit patel
  First published:August 30, 2020, 22:10 pm