સોનાના ભાવમાં તેજીથી જ્વેલર્સની ચિંતા વધી, આ છે કારણ

News18 Gujarati
Updated: October 4, 2019, 11:41 AM IST
સોનાના ભાવમાં તેજીથી જ્વેલર્સની ચિંતા વધી, આ છે કારણ
પ્રતીકાત્મક તસવીર

સોનાની આયાત પણ છેલ્લા 3 વર્ષના ન્યૂનતમ સ્તરે, જ્વેલર્સને દિવાળીમાં ડિમાન્ડ વધવાની આશા

  • Share this:
નવી દિલ્હી : એક તરફ સોનાના ભાવમાં (Gold Price) સતત તેજી જોવા મળી રહી છે. બીજી તરફ, સપ્ટેમ્બર મહિનામાં સોનાની આયાત (Gold Import) છેલ્લા ત્રણ વર્ષના ન્યૂનતમ સ્તરે પહોંચી ગયું છે. સોનાના ભાવમાં તેજીનાકારણે માંગ (Gold Demand)માં ઘટાડો નોંધાયો છે, ત્યારબાદ આયાત પર અસર થઈ છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ, સપ્ટેમ્બર સતત ત્રીજો એવો મહિનો રહ્યો જ્યારે સોનાની આયાતમાં ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનાની તુલનામાં આ વર્ષે સોનાની આયાત લગભગ 86 ટકા ઘટીને 13.5 ટન થઈ છે.

ધ્યાન આપવાની વાત છે કે સપ્ટેમ્બર મહિનામાં સોનાના આયાતનો આંકડો ઑગસ્ટ મહિનાથી પણ ઓછો છે. ઑગસ્ટમાં 14.8 ટન આયાત કરવામાં આવ્યું હતું. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, માસિક રીતે સોનાની સૌથી ઓછી આયાતવાળો મહિનો જાન્યુઆરો 2016 રહ્યો છે. રિપોર્ટ મુજબ, જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન ચીનમાં પણ સોનાની આયાત 12 ટકા ઘટીને 520.6 ટન રહી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મુંબઈમાં બેન્ચમાર્ક ગોલ્ડ ફ્યૂચર 22 ટકા ઉછળીને 39,885 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે જઈ ચૂક્યું છે. જોકે, હાલના દિવસોમાં સોનાના ભાવમાં સામાન્ય નરમી જોવા મળી છે. તેમ છતાંય જ્વેલર્સને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે કિંમતોમાં વધારો, અર્થવ્યવસ્થાની સુસ્ત ચાલ અને કેટલાક ક્ષેત્રોમાં પૂરના કારણે આ તહેવારોમાં સોનાની માંગમાં ઘટાડો રહેશે. છેલ્લા કેટલાક દિવસોમાં સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડાથી કેટલાક જ્વેલર્સમાં એ વાતની આશા જાગી છે કે દિવાળીના પંદર દિવસ પહેલા ડિમાન્ડમાં તેજી આવી શકે છે.

ગ્લોબલ માર્કેટથી મળેલા સંકેતો (Global Cues) અને રૂપિયામાં નબળાઈ (Weak Rupee)ના કારણે ગુરુવારે સોનાની કિંમતો (Gold Price Today)માં જોરદાર તેજી આવી. ગુરુવારે દિલ્હી બુલ્યન માર્કેટમાં સોનાો ભાવ (Gold Price) 348 રૂપિયા ચઢી ગયો. બીજી તરફ, સોનાની જેમ ચાંદી (Silver Price Today)ના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. (Silver Price)ની કિંમતોમાં 1,630 રૂપિયા પ્રતિ કિલોગ્રામની વધારો થયો છે.

આ પણ વાંચો,

દિવાળી પહેલા ખરીદી લેજો સોનું, આ દિવસોથી વધી શકે છે ભાવમાત્ર 25 હજાર રુપિયાથી શરુ કરો આ બિઝનેસ, આવક થશે જબરદસ્ત
First published: October 4, 2019, 11:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading