Home /News /business /

Gold Price Today: સોનાની ખરીદીનો શાનદાર મોકો, આજે 4,804 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું

Gold Price Today: સોનાની ખરીદીનો શાનદાર મોકો, આજે 4,804 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું

સોનાની કિંમત

Gold and Silver rate today 06 April, 2022: બુધવારે સવારે 9:40 વાગ્યે એમસીએક્સ પર જૂન વાયદાનું સોનું 0.05 ટકા એટલે કે 25 રૂપિયા વધીને 51,396 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ મે વાયદાનું ચાંદી 0.19 ટકા એટલે કે 125 રૂપિયા ઘટીને 66,073 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવ દિલ્હી: છેલ્લા થોડા દિવસોથી કૉમોડિટીના ભાવમાં ખૂબ વધારો થયો છે. આ દરમિયાન સોનાની કિંમત (Gold price today) પણ આસમાને પહોંચી ગઈ હતી. જોકે, થોડા દિવસોથી સોનાની કિંમતમાં રાહત જોવા મળી રહી છે. આજે સવારે એમસીએક્સ (MCX) પર સોનાની કિંમત ગતરોજની સરખામણીમાં ફ્લેટ જોવા મળી હતી. સોનું આજે 0.05 ટકા વધીને ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદીમાં આજે 0.19 ટકાનો ઘટાડો (Silver price today) જોવા મળ્યો હતો. સોનાની રેકોર્ડ કિંમત સાથે સરખામણીમાં કરવામાં આવે તો આજે પણ સોનું 4,804 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનું ખરીદવું હોય તો આ તમામ માટે ઉત્તમ તક છે.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver price)


    બુધવારે સવારે 9:40 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જૂન વાયદાનું સોનું 0.05 ટકા એટલે કે 25 રૂપિયા વધીને 51,396 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ મે વાયદાની ચાંદી 0.19 ટકા એટલે કે 125 રૂપિયા ઘટીને 66,073 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,396 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,804 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹48,160₹52,540
    મુંબઈ₹47,800₹52,140
    દિલ્હી₹47,800₹52,140
    કોલકાતા₹47,800₹52,140
    બેંગલુરુ₹47,800₹52,140
    હૈદરાબાદ₹47,800₹52,140
    કેરળ₹47,800₹52,140
    પુણે₹47,850₹52,190
    વડોદરા₹47,850₹52,190
    અમદાવાદ₹47,880₹52,220
    જયપુર₹47,950₹52,290
    લખનઉ₹47,950₹52,290
    કોઈમ્બતુર₹48,160₹52,540
    મદુરાઈ₹48,160₹52,540
    વિજયવાડા₹47,800₹52,140
    પટના₹47,850₹52,190
    નાગપુર₹47,850₹52,190
    ચંદીગઢ₹47,950₹52,290
    સુરત₹47,880₹52,220
    ભુવનેશ્વર₹47,800₹52,140
    મેંગલોર₹47,800₹52,140
    વિશાખાપટ્ટનમ₹47,800₹52,140
    નાશિક₹47,850₹52,190
    મૈસુર₹47,800₹52,140

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: HDFC અને HDFC બેંકના મર્જરથી ગ્રાહકોને શું લાભ થશે?

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: આજે (6 એપ્રિલ) આ 20 શેરમાં કરો મોટી કમાણી

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર