Home /News /business /સોનાના ભાવમાં ઘટાડો, આગામી દિવસોમાં વધુ ઘટવાની શક્યતા, જાણો કારણ

સોનાના ભાવમાં ઘટાડો, આગામી દિવસોમાં વધુ ઘટવાની શક્યતા, જાણો કારણ

સોનાના ભાવમાં ઘટાડો

રાજધાની દિલ્હીમાં સોનાની કિંમતમાં 105 રૂપિયાનો ઘટાડો થયો છે. આજે તે 50,889 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત થઈ રહેલા ડૉલરને કારણે સોનું નબળું પડી રહ્યું છે અને આગામી દિવસોમાં તેમાં વધુ ઘટાડો થઈ શકે છે.

    નવી દિલ્હી: નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે શુક્રવારે સોનામાં નરમાઈ જોવા મળી હતી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં 105 રૂપિયાનો ઘટાડો થયો છે. આજે તે 50,889 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 10 ગ્રામ સોનાનો ભાવ 50,994 રૂપિયા પર બંધ થયો હતો.

    HDFC સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, જ્યાં આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે, ત્યાં ચાંદીના ભાવમાં વધારો થયો છે. જોકે આ કૂદકો ઉછાળો મામૂલી છે. ફર્મના અહેવાલ મુજબ, ચાંદી આજે રૂપિયા 21 વધી રૂપિયા 58,336 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી, જ્યારે ગઇકાલે તે રૂપિયા 58,315 પ્રતિ કિલોગ્રામ પર બંધ હતી.

    આ પણ વાંચો: Gold Silver Price Today: સોના ચાંદીમાં ચમક પાછી ફરી, આજે સામાન્ય ઉછળ્યા

    આજે ડોલર સામે રૂપિયામાં 4 પૈસાનો સુધારો જોવા મળ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં તે ડોલર સામે રૂપિયા 82.29 પર હતો. સ્થાનિક ભારતીય શેરબજારમાં મજબૂતી અને વિદેશી બજારોમાં નબળાઈ રૂપિયામાં સુધારા પાછળનું એક કારણ હોઈ શકે છે.

    આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાની કિંમત લાલ નિશાનમાં જોવા મળી રહી છે. તે 1,653.25 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 19.34 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી. HDFC સિક્યોરિટીઝના દિલીપ પરમારે જણાવ્યું હતું કે, બેન્ક ઓફ જાપાનના નિર્ણય અને ECB પોલિસી બાદ, કોમેક્સ સ્પોટ ગોલ્ડ ડોલરની મજબૂતીને કારણે 1,653.25 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ડાઉન હતું.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Gold price, Jewellery, ગોલ્ડ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन