જુલાઈમાં Gold ETFમાં લોકોએ લોકોએ લગાવ્યા ખૂબ પૈસા, જાણો - શું રહ્યું કારણ

 • Share this:
  નવી દિલ્હી : ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (Gold ETF)માં રોકાણ જુલાઈ મહિનામાં આના ગત મહિનાની તુલનામાં 86 ટકા વધીને 921 કરોડ રૂપિયા પર પહોંચી ગયો. સોનાની કિંમતો ઉચ્ચસ્તર પર હોવાના વચ્ચે રોકાણકારો દ્વારા પોતાના પપોર્ટફોલીયોમાં બહુમૂલ્ય ધાતુઓને જોડવાને લઈ ઘણો ઉત્સાહ છે, જેથી તે Gold ETFમાં રોકાણ કરી રહ્યા છે. એસોસિએસન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડીયાના આંકડા અનુસાર, આ પ્રકારે ચાલુ વર્ષના પહેલા સાત મહિનામાં Gold ETFમાં રોકાણનો શુદ્ધ પ્રવાહ વધીને 4452 કરોડ રૂપિયા પહોંચી ગયો છે.

  આંકડા અનુસાર, રોકાણકારોએ જુલાઈમાં Gold ETFમાં શુદ્ધ રૂપથી 921 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. આ પહેલા ગત મહિને એટલે કે જૂનમાં તેમણે Gold ETFમાં 494 કરોડ રૂપિયા નાખ્યા હતા. આ રોકાણ બાદ ગોલ્ડ ઈટીએફના પ્રબંધન હેઠળ પરસંપત્તિઓ (એયૂએમ) જુલાઈના અંત સુધીમાં 19 ટકા વધીને 12941 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ, જે જૂનના અંત સુધી 10857 કરોડ રૂપિયા હતી.

  આ પણ વાંચોસરકારની મોટી ચેતવણી! આ નંબર પરથી ફોન આવે તો ઉઠાવવાથી બચો, નહીં તો ખાલી થઈ શકે છે બેન્ક બેલેન્સ

  માસિક આધાર પર જોઈએ તો, રોકાણકારોએ જાન્યુઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં 202 કરોડ રૂપિયાનું રોકામ કર્યું. ફેબ્રુઆરીમાં તેમણે તેમાં 1483 કરોડનું રોકામ કર્યું, પરંતુ માર્ચમાં તેમણે નફો કાપ્યો અને 195 કરોડ રૂપિયાની નીકાળ્યા. એપ્રિલમાં ગોલ્ડ ઈટીએફમાં શુદ્ધ રોકાણ 731 કરોડ રૂપિયા અને મે મહિનામાં 815 કરોડ રૂપિયા રહ્યું.

  Gold ETFમાં વધારો થવાનું કારણ

  મોર્નિંગસ્ટાર ઈન્ડીયાના એસોસિએટ રોકામકાર - પ્રબંધ હિમાંશુ શ્રીવાસ્તવે કહ્યું કે, એમેરિકન ડોલરમાં નબળાઈ, અમેરિકા-ચીન તણાવ અને કોવિડ-19ના મામલામાં સળંગ વધારાથી રોકાણના સુરક્ષિત વિકલ્પ તરીકે સોનાની માંગ વધી છે. આ કારણથી સોનું સળંગ ઉંચાઈ પર જઈ રહ્યું છે. ગ્રોના મુખ્ય પરિચાલન અધિકારી )સીઓઓ) હર્ષ જૈને કહ્યું કે, ગોલ્ડઈટીએફમાં રોકાણ વધવાનું મુખ્ય કારણ એ છે કે, રોકાણકારો હેઝિંગ માટે સોનામાં પૈસા લગાવી રહ્યા છે.
  Published by:kiran mehta
  First published: