Home /News /business /Gold Price today: સોના-ચાંદીની કિંમતમાં ફેરફાર, ખરીદી પહેલા જાણો આજે ભાવમાં કેટલા વધારો-ઘટાડો થયો

Gold Price today: સોના-ચાંદીની કિંમતમાં ફેરફાર, ખરીદી પહેલા જાણો આજે ભાવમાં કેટલા વધારો-ઘટાડો થયો

સોનાનો આજનો ભાવ (Shutterstock તસવીર)

Gold and Silver rate today 25 March, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,048 રૂપિયા જોવા મળ્યું હતું.

    નવી દિલ્હી: છેલ્લા થોડા દિવસોથી સોના-ચાંદીની કિંમત (Gold silver price today, 25 March 2022)માં વધારે અસ્થિરતા જોવા મળી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine war)ના શરૂઆતના દિવસોમાં સોનાની કિંમતમાં જોરદાર તેજી આવી હતી. આજે પણ એમસીએક્સ (MCX) પર સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ચાંદીની કિંમત (Silver price)માં ઉછાળો જોવા મળ્યો છે. આજે સવારે 9:30 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.06 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.16 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહી હતી.

    સોના-ચાંદીની કિંમત


    આજે સવારે એપ્રિલ વાયદાનું સોનું મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 0.06 ટકા એટલે કે 30 રૂપિયા ઘટીને 52,048 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.16 ટકા એટલે કે 111 રૂપિયા વધીને 69,431 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી.

    સોના-ચાંદીની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,048 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,152 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹48,310₹52,700
    મુંબઈ₹47,950₹52,310
    દિલ્હી₹47,950₹52,310
    કોલકાતા₹47,950₹52,310
    બેંગલુરુ₹47,950₹52,310
    હૈદરાબાદ₹47,950₹52,310
    કેરળ₹47,950₹52,310
    પુણે₹48,050₹52,350
    વડોદરા₹48,020₹52,330
    અમદાવાદ₹48,000₹52,400
    જયપુર₹48,100₹52,450
    લખનઉ₹48,100₹52,450
    કોઈમ્બતુર₹48,310₹52,700
    મદુરાઈ₹48,310₹52,700
    વિજયવાડા₹47,950₹52,310
    પટના₹48,050₹52,350
    નાગપુર₹48,020₹52,330
    ચંદીગઢ₹48,100₹52,450
    સુરત₹48,000₹52,400
    ભુવનેશ્વર₹47,950₹52,310
    મેંગલોર₹47,950₹52,310
    વિશાખાપટ્ટનમ₹47,950₹52,310
    નાશિક₹48,050₹52,350
    મૈસુર₹47,950₹52,310

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: શા માટે ક્રિપ્ટો કરતા સારી ઇક્વિટીમાં રોકાણ કરવું વધારે હિતાવહ?

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: આજે (25 માર્ચ) મોટી કમાણી માટે આ 20 શેર પર રાખો નજર

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन