Home /News /business /

Gold price today: સોનાની કિંમતમાં આજે પણ ઘટાડો, ફટાફટ જાણો આજનો ભાવ

Gold price today: સોનાની કિંમતમાં આજે પણ ઘટાડો, ફટાફટ જાણો આજનો ભાવ

સોનાની કિંમત

Gold and Silver rate today 29 March, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,250 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,950 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: છેલ્લા થોડા દિવસોથી સોના-ચાંદીની કિંમત (Gold-Silver Price)માં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે પણ સોનાની કિંમત (Gold price today)માં નોંધપાત્ર ઘટાડો થયો છે. ચાંદીની કિંમત (Silver price today)માં પણ ઘટાડો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે એપ્રિલ વાયદાનું સોનું 0.62 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે મે મહિનાનું વાયદા ચાંદી 0.49 ટકા ઘટીને ટ્રેડ કરી રહી હતી. ઘટાડા બાદ ચાંદી 51 હજાર રૂપિયા નજીક પહોંચી ગયું છે. ચાંદી 68 હજાર નીચે આવી ગયું છે. સતત ઘટાડાને પગલે સોનું હાલ રેકોર્ડ કિંમત (Gold record price)થી 4,950 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver Price)


    સવારે 9:30 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.62 ટકા એટલે કે 321 રૂપિયા ઘટીને 51,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદીની વાત કરીએ તો ચાંદી 0.49 ટકા અથવા 334 રૂપિયા ઘટીને 67,771 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી.

    સોના-ચાંદીની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,250 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,950 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹48,260₹52,650
    મુંબઈ₹47,950₹52,310
    દિલ્હી₹47,950₹52,310
    કોલકાતા₹47,950₹52,310
    બેંગલુરુ₹47,950₹52,310
    હૈદરાબાદ₹47,950₹52,310
    કેરળ₹47,950₹52,310
    પુણે₹48,050₹52,400
    વડોદરા₹47,980₹52,340
    અમદાવાદ₹48,000₹52,350
    જયપુર₹48,100₹52,450
    લખનઉ₹48,100₹52,450
    કોઈમ્બતુર₹48,260₹52,650
    મદુરાઈ₹48,260₹52,650
    વિજયવાડા₹47,950₹52,310
    પટના₹48,050₹52,400
    નાગપુર₹47,980₹52,340
    ચંદીગઢ₹48,100₹52,450
    સુરત₹49,800₹52,350
    ભુવનેશ્વર₹47,950₹52,310
    મેંગલોર₹47,950₹52,310
    વિશાખાપટ્ટનમ₹47,950₹52,310
    નાશિક₹48,050₹52,400
    મૈસુર₹47,950₹52,310

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: આજે વધુ એક આઈપીઓ ખુલ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: આજે (29 માર્ચ) આ 20 શેરમાં કરો મોટી કમાણી

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર