Home /News /business /

Gold Price Today: સોના-ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો, ખરીદી પહેલા જાણો આજે ભાવમાં કેટલો ઘટાડો થયો

Gold Price Today: સોના-ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો, ખરીદી પહેલા જાણો આજે ભાવમાં કેટલો ઘટાડો થયો

સોનાની કિંમત

Gold and Silver rate today 28 March, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,649 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,551 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી મોટો ઘટાડો આવ્યો છે. એમસીએક્સ (Multi commodity exchange) પર આજે સવારે સોનું અને ચાંદી મોટા ઘટાડો સાથે ટ્રેટ થઈ રહ્યા હતા. આ સાથે જ સોનાની કિંમત 52,000 રૂપિયા નીચે આવી ગઈ છે. બીજી તરફ ઘટાડો છતાં ચાંદીની કિંમત 68,000 રૂપિયા ઉપર જોવા મળી છે. એમસીએક્સ પર આજે સવારે 10:30 વાગ્યે સોનામાં 0.44 ટકા અને ચાંદીમાં 0.92 ટકાનો ઘટાડો જોવો મળ્યો હતો. સોનું તેની સર્વોચ્ચ સપાટીથી હાલ 4,551 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver Price)


    એમસીએક્સ પર આજે સવારે સોનું 0.44 ટકા એટલે કે 227 રૂપિયા ઘટીને 51,649 રૂપિયા પ્રતિ 10 ગ્રામે લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.92 ટકા એટલે કે 635 રૂપિયા ઘટીને 68,201 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. આ રીતે આજે સોના અને ચાંદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,649 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,551 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹48,260₹52,650
    મુંબઈ₹47,950₹52,310
    દિલ્હી₹47,950₹52,310
    કોલકાતા₹47,950₹52,310
    બેંગલુરુ₹47,950₹52,310
    હૈદરાબાદ₹47,950₹52,310
    કેરળ₹47,950₹52,310
    પુણે₹48,050₹52,400
    વડોદરા₹47,980₹52,340
    અમદાવાદ₹48,000₹52,350
    જયપુર₹48,100₹52,450
    લખનઉ₹48,100₹52,450
    કોઈમ્બતુર₹48,260₹52,650
    મદુરાઈ₹48,260₹52,650
    વિજયવાડા₹47,950₹52,310
    પટના₹48,050₹52,400
    નાગપુર₹47,980₹52,340
    ચંદીગઢ₹48,100₹52,450
    સુરત₹49,800₹52,350
    ભુવનેશ્વર₹47,950₹52,310
    મેંગલોર₹47,950₹52,310
    વિશાખાપટ્ટનમ₹47,950₹52,310
    નાશિક₹48,050₹52,400
    મૈસુર₹47,950₹52,310

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: બેંક હરાજીમાં પ્રોપર્ટી ખરીદવી જોઈએ કે નહીં? કઈ કઈ વાતોનું રાખવું જોઈએ ધ્યાન?

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: ઉમા એક્સપોર્ટ્સનો આઈપીઓ ભરવો કે નહીં? જાણો કંપની વિશે

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર