Home /News /business /Gold Report 2022: વધશે સોનાની ચમક, ગોલ્ડની માંગમાં ગત વર્ષની સરખામણીએ તેજી

Gold Report 2022: વધશે સોનાની ચમક, ગોલ્ડની માંગમાં ગત વર્ષની સરખામણીએ તેજી

વર્ષ 2022માં વધશે સોનાની માંગ

Gold Demand Increased: ભારતમાં વર્ષ 2021ની સરખામણીએ આ વર્ષે સોનાની (Gold) માંગ વધી શકે છે. વર્ષ 2021માં સોનાની માંગ 797.3 ટન રહી હતી. જ્યારે વર્ષ 2020માં આ માંગ 446.4 ટન હતી. વર્ષ 2021માં 2020ની સરખામણીએ 78.6 ટકા માંગમાં વધારો થયો હતો. અને વર્ષ 2022માં તો આ આંકડો (Gold Rate) વધારે વધે તેવી આશા છે.

વધુ જુઓ ...
  ભારતમાં આ વર્ષે સોનાની માંગ વધી શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (World Gold COuncil- WGC)નાં ડેટા મુજબ ભારતમાં સોનાની ખપત 2022માં વધવાની આશા છે. આવક વધવા અને કોરોનાનો કહેર ઘટતા હવે સોનાની ચમક પાછી વધી શકે છે તેવું એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. ભારતમાં વર્ષ 2021ની સરખામણીએ વધી શકે છે. વર્ષ 2021માં સોનાની માંગ 797.3 ટન રહી હતી. જે વર્ષ 2020માં આ માંગ 446.4 ટન હતી. વર્ષ 2021માં 2020ની સરખામણીએ 78.6 ટકા માંગમાં વધારો થયો હતો. અને વર્ષ 2022માં તો આ આંકડો વધારે વધે તેવી આશા છે.

  માંગ ત્રીજા ક્વાટરમાં અનુમાનથી ઘણી વધારે જોવા મળી
  હાલમાં WGCનાં ક્ષેત્રિય વડા સોમસુંદર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, વર્ષ 2021માં સોનાએ પારંપરિક વિચારસરણીની તાકતને ફરી પ્રમાણિત કરી અને લોકોએ સોનામાં ખરીદી તરફ રુખ કર્યો. સોનાનો ભાવ વધવા છતાં તેની ખરીદી વધી. ભારતમાં સોનાનીમાંગ 79 ટકા વધીને 797.3 ટન થઇ ગઇ. જે મુખ્ય રૂપે ચોથા ત્રીમાસીકની 343 ટનની અસાધારણ માંગનું પરિણમામ છે. આ માંગણી ત્રીજા ત્રિમાસીકમાં વ્યક્ત કરવામાં આવેલાં અનુમાનથી ઘણી જ વધારે હતી. અને આ વર્ષનું સૌથી સારુ ક્વાટર પણ સાબિત થયું

  આ પણ વાંચો-EPFO : કર્મચારીનાં મોત બાદ શું પરિવારને મળે છે EDLIનો ફાયદો, જાણો આ વિશે

  2022માં ગોલ્ડની માંગ આશરે 800-850 ટન રહેવાની આશા
  વર્ષ 2022માં સોમાસુંદરમે કહ્યું કે, હાલમાં જે પરિસ્થિતિ છે તો જોતા લાગે છે કે, જો કોઇ મોટી સમસ્યા નથી આવતી તો સોનાની માંગ 800-85- ટન રહેવાની આશા છે. તેમણે કહ્યું કે, સોાનાં આભૂષણોની માંગ ગત વર્ષની સરખામણીએ 2021માં બમણી થઇ ગઇ હતી. મહામારી પહેલાંનાં સ્તરને પણ તે વટાવી ગઇ હતી. અને છ વર્ષનાં સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગઇ હતી. 2020માંઆ 1,33,260 કરોડ રૂપિયા થઇ ગઇ હતી.

  કુલ રોકાણની માંગ 2021માં 43 ટકા વધી 186.5 ટન થઇ ગઇ. મુલ્ય પ્રમાણે આ માંગ 45 ટકાની વૃદ્ધિ સાથે 79,720 કરોડ રૂપિયાને આંબી ગઇ હતી. જોકે દેશમાં કુલ સોનાનું રિસાયકલિંગ 21 ટકા ઘટીને 75.2 ટન થઇ ગયુ હતું. ભારતમાં કુલ સોનાની આયાત 165 ટકા વધીને 924.6 ટન થઇ ગઇ હતી.

  આ પણ વાંચો-Good News: આનંદો! આ વર્ષે પગારમાં થઈ શકે છે બમ્પર વધારો, અભ્યાસમાં થયો ખુલાસો

  આજનો સોનાનો ભાવ-
  મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમતમાં 0.08 ટકા અને ચાંદીની કિંમતમાં 0.40 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે એમસીએક્સ પર 10 ગ્રામ સોનાની કિંમત 48,000 રૂપિયા નીચે આવી ગઈ હતી. જ્યારે ચાંદી પણ 61,000 રૂપિયા નીચે ટ્રેડ થતી જોવા મળી હતી. બજાર નિષ્ણાતો ટૂંકા ગાળામાં સોનાની કિંમતમાં વધારો થશે તેવી આશા રાખી રહ્યા છે


  સોનાની શુદ્ધતાના માપદંડ
  24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

  આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો
  જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

  મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ
  નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Gold demand, Gold price, Gold rate, Money, ગોલ્ડ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन