આ કારણે ભારતીયોનો Gold સાથે મોહભંગ થયો, 3 વર્ષમાં સૌથી ઓછી ખરીદી

News18 Gujarati
Updated: November 5, 2019, 3:59 PM IST
આ કારણે ભારતીયોનો Gold સાથે મોહભંગ થયો, 3 વર્ષમાં સૌથી ઓછી ખરીદી
પ્રતીકાત્મક તસવીર

ભારતમાં સોનાની માંગ ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 32 ટકા ઘટીને 123.9 ટન પર આવી ગઈ છે

  • Share this:
મુંબઈ : ભારતીયોને હવે સોનું વધુ આકર્ષી નથી રહ્યું. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ભારતમાં સોનાની ડિમાન્ડ 32 ટકા ઘટીને 123.9 ટન પર આવી ગઈ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) તરફથી જાહેર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક નરમી અને સ્થાનિક સ્તરે ઊંચી કિંમતોના કારણે ભારતમાં સોનાની માંગ ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 32 ટકા ઘટીને 123.9 ટન પર આવી ગઈ છે. બીજી તરફ, સોનાની આયાત પણ 2019ના ત્રીજા ક્વાર્ટરમાં 66 ટકા ઘટીને 80.5 ટન પર રહી ગઈ. ચીન બાદ ભારત સોનાનો સૌથી મોટો વપરાશકર્તા દેશ છે. નોંધનીય છે કે, દુનિયાભરમાં સોનાની ડિમાન્ડ ત્રીજા ક્વાર્ટરમાં 1,107.9 ટન પર પહોંચી ગઈ છે. એક વર્ષ પહેલાની આ જ અવધિમાં માંગ 1,079 ટન હતી.

ડિમાન્ડ કેમ ઘટી?

WGCના રિપોર્ટ મુજબ, જ્વેલર્સ પહેલાથી આયાત કરવામાં આવેલા સ્ટૉક અને રિસાઇકલિંગથી પોતાની માંગને પૂરી કરી રહ્યા છે. તેનાથી આયાતમાં ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત, સ્થાનિક બજારમાં સપ્ટેમ્બરમાં સોનાનો ભાવ 39,011 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર હતો, જે હવે 38,800 રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ છે. એવામાં મોંઘું હોવાથી ડિમાન્ડ પર અસર પડી છે.

>> નોંધનીય છે કે, 2019ના ત્રીજા ક્વાર્ટરમાં સોનાની ડિમાન્ડ 32.3 ટકા ઘટીને 123.9 ટન રહી થઈ. તેમાં આભૂષણોની કુલ માંગના 101.6 ટન અને 22.3 ટન સિક્કા/બિસ્કિટ માંગ સામેલ છે. 2018ના ત્રીજા ક્વાર્ટરમાં સોનાની માંગ 183.2 ટન હતી.

>> WGC ભારતના મેનેજિંગ ડાયરેક્ટર સોમસુંદરમ પીઆરનું કહેવું છે કે ભારતમાં સોનાની માંગ બે કારણોથી ઘટી છે. પહેલું કારણ છે સોનાની ઊંચી કિંમતો. બીજા ક્વાર્ટરના અંતથી ત્રીજા ક્વાર્ટરના અંતમાં સોનાની કિંમતોમાં 20 ટકા સુધીની વૃદ્ધિ થઈ છે. ભારત અને ચીન સહિત વિભિન્ન દેશોમાં આવેલી આર્થિક નરમાઈ માંગ ઘટવાનું બીજું કારણ છે. તેનાથી વપરાશકર્તાઓની ધારણા પ્રભાવિત થઈ છે.

>> રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2019ના પહેલા નવ મહિનામાં દેશની સોનાની કુલ માંગ ઘટીને 496.11 ટન રહી ગઈ. એક વર્ષ પહેલા જાન્યુઆરી-સપ્ટેમ્બરમાં આ આંકડો 523.9 ટન હતો. 2018માં સોનાની કુલ માંગ 760.4 ટન હતી.>> આ પ્રકારે જાન્યુઆરી-સપ્ટેમ્બર 2019માં સોનાની કુલ આયાત પણ ઘટીને 502.9 ટન રહી. ગયા વર્ષની આ અવધિમાં 587.3 ટન સોનાની આયાત કરવામાં આવી હતી. 2018માં ભારતે 755.7 ટન સોનાની આયાત કરી હતી.

>> સોમસુંદરમે જણાવ્યું કે, સોનું મોંઘું થવાથી ગ્રામીણ વિસ્તારોમાં ડિમાન્ડ ઝડપથી ઘટી છે. તેઓએ કહ્યુ કે, જ્યારે ડિમાન્ડ ઓછી છે તો લોકો સોનાનું રિકાઇકલિંગ કરી રહ્યા છે. દેશમાં રિકાઇકલિંગ કરવામાં આવતા સોનાની કુલ માત્ર પહેલા નવા મહિનામાં વધીને 90.5 ટન થઈ ગઈ જ્યારે 2018ના સમગ્ર વર્ષમાં તે 87 ટન હતી.

વધુ ડિમાન્ડ ઘટવાનું અનુમાન

તેઓએ કહ્યુ કે, આ આઉટલુકને જોતાં WGCએ ભારતના કુલ સોનાની માંગનું અનુમાન ઘટાડ્યું છે. તે 2019માં 700-750 ટનની આસપાસ રહી શકે છે. પહેલા તેને 750-800 ટન સુધી રહેવાનું અનુમાન લગાવ્યું હતું.

આ પણ વાંચો, કર્મચારીઓને સપ્તાહમાં 3 દિવસ રજા આપવાથી Microsoftને થયો મોટો ફાયદો
First published: November 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading