Home /News /business /નવરાત્રિના પ્રથમ દિવસે સોનુ મોઘું થયું, ચાંદીનો પણ વધ્યો ચળકાટ, ચેક કરો લેટેસ્ટ રેટ્સ

નવરાત્રિના પ્રથમ દિવસે સોનુ મોઘું થયું, ચાંદીનો પણ વધ્યો ચળકાટ, ચેક કરો લેટેસ્ટ રેટ્સ

ગોલ્ડ-સિલ્વરનો 26 સપ્ટેમ્બર 2022નો ભાવ.

આજથી શક્તિની આરાધનાનું પર્વ શારદીય નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. આગામી 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા-આરાધના કરવામાં આવશે. નવરાત્રિના પ્રથમ દિવસે ભારતીય સરાફા બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં તેજી આવી છે. દિલ્હી સરાફા બજારમાં આજે સાનાની કિંમતમાં 138 રૂપિયાની સામાન્ય તેજી આવી છે. જ્યારે ચાંદીની કિંમતોમાં આજે 224 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. એચડીએફસી સિક્યોરિટીઝે આ માહિતી આપી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ આજથી શક્તિની આરાધનાનું પર્વ શારદીય નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. આગામી 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા-આરાધના કરવામાં આવશે. નવરાત્રિના પ્રથમ દિવસે ભારતીય સરાફા બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં તેજી આવી છે. દિલ્હી સરાફા બજારમાં આજે સાનાની કિંમતમાં 138 રૂપિયાની સામાન્ય તેજી આવી છે. જ્યારે ચાંદીની કિંમતોમાં આજે 224 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. એચડીએફસી સિક્યોરિટીઝે આ માહિતી આપી છે.

    જાણો આજે શું છે સોનાનો ભાવ?

    દિલ્હી સરાફા બજારમાં સોમવારે સોનુ 138 રૂપિયાના વધારા સાથે 49786 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. અગાઉના કારોબારી સત્રમાં સોનું 49648 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

    આજે કેટલા પર પહોંચી ગઈ ચાંદી?

    આ રીતે ચાંદી પણ 224 રૂપિયાની મજબૂતાઈની સાથે 56514 રૂપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચી ગઈ છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ 56290 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.

    સોનાનો રેટ જાણવો ખૂબ જ સરળ

    તમે આ રેટ્સને ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. તેના માટે તમારે 8955664433 પર મિસ્ડ કોલ આપવાનો છે અને તમારા ફોન પર મેસેજ આવી જશે, જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    સોનાની શુદ્ધતાની તપાસ કઈ રીતે કરશો

    તમે ઘરે બેઠા બીઆઈએસ કેર એપ દ્વારા સોનાની શુદ્ધતાની તપાસ કરી શકો છો. જો સોના પર લાયસન્સ નંબર, હોલમાર્ક કે રજિસ્ટ્રેશન નંબર ખોટો છે તો તમે તેની સીધી ફરિયાદ સરકારને કરી શકો છો. ફરિયાદ પછી આ મામલામાં શું કાર્યવાહી થઈ તે અંગેની માહિતી તમને મળતી રહેશે.

    દેશના ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો

    ઉલ્લેખનીય છે કે 16 સપ્ટેમ્બર 2022ના રોજ ખત્મ થયેલા સપ્તાહમાં સોનાનો ભંડાર 45.8 કરોડ ડોલર ઘટીને 38.186 અબજ ડોલર થયો હતો. 9 સપ્ટેમ્બરના રોજ પુરા થયેલા સપ્તાહમાં સોનાનો ભંડાર 34 કરોડ ડોલર વધીને 38.64 અબજ ડોલરે પહોંચી ગયો છે. તે પહેલા 2 સપ્ટેમ્બરે પુરા થયેલા સપ્તાહમાં સોનાનો ભંડાર 38.303 અબજ ડોલર પર હતો.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: 10 Gram Gold Rates, Buy gold, Buy Gold at Discount price

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन