Home /News /business /ધનતેરસ પર સસ્તુ થયું ગોલ્ડ, જાણો આખા સપ્તાહની સરાફા બજારની સ્થિતિ

ધનતેરસ પર સસ્તુ થયું ગોલ્ડ, જાણો આખા સપ્તાહની સરાફા બજારની સ્થિતિ

દિલ્હી સરાફા બજારમાં ઘટેલા સોના-ચાંદીના ભાવ.

વાળી પહેલા ભારતીય સરાફા બજારમાં સોના-ચાંદીની સાપ્તાહિક કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. આ કારોબારી સપ્તાહમાં સોનાના ભાવમાં 368 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવમાં 88 રૂપિયા ઘટ્યા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે આઈબીજીએ(IBJA)ની વેબસાઈટ મુજબ, આ બિઝનેસ વીક(17થી 21 ઓક્ટોબર)ની શરૂઆતમાં 24 કેરેટ સોનાનો રેટ 50430 હતો, જે શુક્રવાર સુધીમાં ઘટીને 50,062 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. ગત સપ્તાહમાં ચાંદીની કિંમત 55643 રૂપિયાથી ઘટીને 55,555 રૂપિયા પ્રતિ કિલો થઈ છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ દિવાળી પહેલા ભારતીય સરાફા બજારમાં સોના-ચાંદીની સાપ્તાહિક કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. આ કારોબારી સપ્તાહમાં સોનાના ભાવમાં 368 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવમાં 88 રૂપિયા ઘટ્યા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે આઈબીજીએ(IBJA)ની વેબસાઈટ મુજબ, આ બિઝનેસ વીક(17થી 21 ઓક્ટોબર)ની શરૂઆતમાં 24 કેરેટ સોનાનો રેટ 50430 હતો, જે શુક્રવાર સુધીમાં ઘટીને 50,062 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. ગત સપ્તાહમાં ચાંદીની કિંમત 55643 રૂપિયાથી ઘટીને 55,555 રૂપિયા પ્રતિ કિલો થઈ છે.

    ઉલ્લેખનીય છે કે આઈબીજીએ તરફથી બહાર પાડવામાં આવેલી કિંમતોથી અલગ-અલગ શુદ્ધતા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની માહિતી મળે છે. આ બધા ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. આઈબીજીએ દ્વારા બહાર પાડવામાં આવેલા દરો સમગ્ર દેશમાં સર્વમાન્ય છે. જોકે તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી.

    છેલ્લા એક સપ્તાહમાં કેટલો બદલાયો સોનાનો ભાવ

    17 ઓક્ટોબર 2022- 50,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
    18 ઓક્ટોબર 2022- 50,362 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
    19 ઓક્ટોબર 2022- 50,236 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
    20 ઓક્ટોબર 2022- 50,228 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
    21 ઓક્ટોબર 2022- 50,062 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

    છેલ્લા એક સપ્તાહમાં કેટલો બદલાયો ચાંદીનો ભાવ

    17 ઓક્ટોબર 2022- 55,643 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
    18 ઓક્ટોબર 2022- 56,010 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
    19 ઓક્ટોબર 2022- 55,606 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
    20 ઓક્ટોબર 2022- 56,267 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
    21 ઓક્ટોબર 2022- 55,555 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

    FY22માં જેમ્સ એન્ડ જ્વેલરીનો નિકાસ 55 ટકા વધ્યો

    જેમ્સ એન્ડ જ્વેલરીના નિકાસમાં 2021-22માં તેજી આવી છે અને ગત વર્ષની સરખામણીમાં તે લગભગ 55 ટકા વધીને 39.15 અબજ ડોલરે પહોંચી છે. ઈન્ડસ્ટ્રી બોડી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એટલે કે જીજેઈપીસીએ જણાવ્યું કે રત્ન અને આભૂષણની ગ્રોસ નિકાસ 2020-21માં 25.40 અબજ ડોલર રહી.

    આ પણ વાંચોઃ અમદાવાદ: ધનતેરસ પર સોના-ચાંદી ખરીદવા પડાપડી, આટલા કરોડની ખરીદીનું અનુમાન

    ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો

    ગોલ્ડ રિઝર્વના મુલ્યમાં 7 ઓક્ટોબર 2022ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન 1.35 અબજ ડોલરનો વધારો થયો હતો. જ્યારે 14 ઓક્ટોબર 2022ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 1.502 અબજ ડોલરના ઘટાડા સાથે 37.453 અબજ ડોલર રહ્યો હતો.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Buy gold, Digital Gold, Gold and silver

    विज्ञापन
    विज्ञापन