Home /News /business /

Gold Silver Rate Today: સોનાની કિંમતોમાં નજીવો ઉછાળો તો ચાંદી તૂટ્યું, જાણો આજનો ભાવ

Gold Silver Rate Today: સોનાની કિંમતોમાં નજીવો ઉછાળો તો ચાંદી તૂટ્યું, જાણો આજનો ભાવ

સોનાની કિંમત (Shutterstock તસવીર)

Gold and Silver rate today 07 April, 2022: આજે સવારે 10:30 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.29 ટકા વધીને 51,692 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.32 ટકા ઘટીને 56,732 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today) આજે અલગ અલગ ટ્રેન્ડ જોવા મળ્યો છે. એક તરફ સોનાના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે તો બીજી તરફ ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.29 ટકાના વધારા અને ચાંદી 0.31 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. જોકે, સોનું રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ ઘણું સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)

    આજે સવારે 10:30 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.29 ટકા વધીને 51,692 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ સપ્ટેમ્બર વાયદાનું ચાંદી 0.32 ટકા ઘટીને 56,732 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    Stock Market Update: આજે બજારમાં કેવી સ્થિતિ રહેશે? આટલું જાણી લેશો તો ફાયદામાં રહેશો

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)

    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,692 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,499 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)
































































































































    City22 Carat Gold24 Carat Gold
    ચેન્નાઇ₹48,380₹52,770
    મુંબઈ₹47,900₹52,250
    દિલ્હી₹48,050₹52,400
    કોલકાતા₹47,900₹52,250
    બેંગલુરુ₹47,950₹52,310
    હૈદરાબાદ₹47,900₹52,250
    કેરળ₹47,900₹52,250
    પુણે₹47,930₹52,280
    વડોદરા₹47,930₹52,280
    અમદાવાદ₹47,950₹52,310
    જયપુર₹48,050₹52,400
    લખનઉ₹48,050₹52,400
    કોઈમ્બતુર₹48,380₹52,770
    મદુરાઈ₹48,380₹52,770
    વિજયવાડા₹47,900₹52,250
    પટના₹47,930₹52,280
    નાગપુર₹47,930₹52,280
    ચંદીગઢ₹48,050₹52,400
    સુરત₹47,950₹52,310
    ભુવનેશ્વર₹47,900₹52,250
    મેંગલોર₹47,950₹52,310
    વિશાખાપટ્ટનમ₹47,900₹52,250
    નાશિક₹47,930₹52,280
    મૈસુર₹47,950₹52,310



    Expert views: દરેક ઘટાડે માર્કેટમાં ખરીદો, આગામી 6-12 મહિનામાં તગડી કમાણી થઈ શકે

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Gold rate today, MCX, Silver rate today

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन