Home /News /business /Gold Silver Rate Today: સોનાની કિંમતો ઓલ ટાઈમ હાઈથી નીચા સ્તરે, ખરીદવું હોય તો સારો છે મોકો

Gold Silver Rate Today: સોનાની કિંમતો ઓલ ટાઈમ હાઈથી નીચા સ્તરે, ખરીદવું હોય તો સારો છે મોકો

સોનાની કિંમતો હાલ ઓછી છે આગામી થોડા મહિનામાં વધે તે પહેલા ખરીદવાનો મોકો

Gold and Silver rate today 23 August, 2022: આજે સવારે 10:05 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.04 ટકા વધીને 51,185 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.45 ટકા ઘટીને 54,745 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today) આજે અલગ અલગ ટ્રેન્ડ જોવા મળ્યો છે. એક તરફ સોનાના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે તો બીજી તરફ ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.04 ટકાના વધારા અને ચાંદી 0.45 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. જોકે, સોનું રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ ઘણું સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

    ખસની ખેતી કરીને વર્ષે લાખોમાં કમાણી કરી શકો છો, ઉજ્જડ જમીનમાં પણ મબલખ પાક ઉતરશે

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)

    આજે સવારે 10:05 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.04 ટકા વધીને 51,185 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ સપ્ટેમ્બર વાયદાનું ચાંદી 0.45 ટકા ઘટીને 54,7455 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,185 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 5,006 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    બ્લડી મંડે પછી આજે પણ શેરબજારમાં કોહરામ મચશે? અમેરિકન ઇન્ડેક્સ Nasdaq 2 ટકા તૂટ્યો

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)
    City22 Carat Gold24 Carat Gold
    ચેન્નાઇ₹48,000₹52,400
    મુંબઈ₹47,000₹51,230
    દિલ્હી₹47,750₹52,100
    કોલકાતા₹47,000₹51,230
    બેંગલુરુ₹47,640₹51,970
    હૈદરાબાદ₹47,000₹51,230
    કેરળ₹47,000₹51,230
    પુણે₹47,620₹51,950
    વડોદરા₹47,620₹51,950
    અમદાવાદ₹47,640₹51,970
    જયપુર₹47,750₹52,100
    લખનઉ₹47,750₹52,100
    કોઈમ્બતુર₹48,000₹52,400
    મદુરાઈ₹48,000₹52,400
    વિજયવાડા₹47,000₹51,230
    પટના₹47,620₹51,950
    નાગપુર₹47,620₹51,950
    ચંદીગઢ₹47,750₹52,100
    સુરત₹47,640₹51,970
    ભુવનેશ્વર₹47,000₹51,230
    મેંગલોર₹47,640₹51,970
    વિશાખાપટ્ટનમ₹47,000₹51,230
    નાશિક₹47,620₹51,950
    મૈસુર₹47,640₹51,970



    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    Lipstick Effect in Economy: લિપસ્ટિક અને અંડરવેરના વેચાણ આકંડા જણાવે છે કે અર્થતંત્રમાં મંદી આવશે કે તેજી!

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: 10 Gram gold Latest Price, Gold price today, Gold silver price, Silver Price Today

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन